
દાહોદ,
ઇન્દોર હાઇવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. જેમાં ઝાલોદ તાલુકા પંચાયતના ચેરમેન પ્રકાશ પાંચેસરાનું નિધન નીપજ્યું છે. દાહોદ બાયપાસ નજીક સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા કાર પલટી ગઇ હતી. જે બાદ પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. મોડીરાતે આ અકસ્માત સર્જાતા આખા રસ્તા પર ટ્રાફિક જામ થઇ ગયો હતો.
દાહોદ બાયપાસ નજીક અકસ્માતમાં ઝાલોદ તાલુકા પંચાયતના ચેરમેનનું કરુણ મોત નીપજ્યું છે. ચેરમેન પ્રકાશ પાંચેસરાને અકસ્માત નડ્યો છે. મૃતદેહને હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યો છે.આ ગમખ્વાર અકસ્માત બાદ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. જે બાદ તેમણે વધુ તપાસ હાથ ધરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો હતો.
અવન્તિકા રિસોર્ટ નજીક બ્રીજ પર અક્સમાત સર્જાયો હતો. ખાનગી બસ પલટી મારતાં આ ગોઝારો અકસ્માત થયો હતો. જેમાં ૧૭ લોકો ઘાયલ થયા હતા.સદનસીબે આ ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નથી. ઇજાગ્રસ્તોને સારવાર માટે ૧૦૮ ની મદદથી સારવાર માટે ઝાયડ્સ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો અને આગળની તપાસ હાથ ધરી.