દાહોદ બ્રહ્માકુમારી ઈશ્ર્વરીય વિદ્યાલય દ્વારા શિવ સંદેશ સ્નેહ મિલન યોજયો

દાહોદ,

પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્ર્વરીય વિશ્ર્વ વિદ્યાલય દાહોદ કેન્દ્ર દ્વારા અખિલ ગુજરાત શિવ જયંતિ મહોત્સવના ઉપક્રમે “શિવ અવતરણ થી સ્વર્ણિમ ભારત”ના વિષય પર શિવ સંદેશ સ્નેહમિલન કાર્યક્રમ તારીખ 16/02/2023 ગુરૂવાર નારોજ સંતકૃપા સત્સંગ પરિવાર સેવા ટ્રસ્ટ, પડાવ, દાહોદ, ખાતે યોજાયો.

કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ભગિની રીનાબેન પંચાલ, પ્રમુખ દાહોદ નગરપાલિકા, અતિથિ વિશેષ ભ્રાતા હરિશભાઇ કડકીયા યોગા ટીચર, સંતકૃપા સત્સંગ પરિવાર, દાહોદ, ઉપસ્થિત રહ્યા તેમજ સન્માનનિય વિશેષ મહેમાન રાજયોગિની બ્રહ્માકુમારી સુરેખાદીદી, સંચાલિકા, પંચમહાલ, દાહોદ તેમજ મહિસાગર જિલ્લા ઝોન ઈન્ચાર્જ. હાજર રહી વિશેષ આશિર્વચન આપી સમારંભની જાણકારી આપી. સંતકૃપા સત્સંગ પરિવાર તરફથી પ્રમુખ રમેશભાઈ ખંડેલવાલે સેવા વિશેના મંતવ્યો રજૂ કર્યા.

દાહોદ સેવા કેન્દ્રના સંચાલિકા બ્ર.કુ. કપિલાબેને સંસ્થાની પ્રવૃત્તિ તેમજ શિવ જયંતી મહોત્સવ નિમિત્તે માર્મિક પ્રવચન કર્યુ.