દાહોદ જીલ્લાના નવિન બીજેપી કાર્યક્રમને સી.આર.પાટીલના હસ્તે ઉદ્દધાટન કરી ખુલ્લુ મુકાયું

દાહોદ,
દાહોદ જિલ્લા ભાજપનું હાર્દસમુ સપનું નવીન કમલમ કાર્યાલયનું નિર્માણ થતાં આજરોજ આ કાર્યાલયના ઉદ્દઘાટન માટે ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલે દાહોદ શહેરમાં આગમન કર્યું હતું અને નવીન કાર્યાલયનું સી.આર. પાટીલના હસ્તે ઉદ્દઘાટન કરી ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. ત્યાર બાદ દાહોદના નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ, ગ્રાઉન્ડ ખાતે વિશાળ જનમેદનીને સંબોધી હતી. જેમાં સી.આર. પાટીલે કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યાં હતા. ત્યારે આ વિશાળ સભામાં ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં કેસરીયા પહેરવેશમાં હાજર રહ્યાં હતાં.

સૌ પ્રથમ દાહોદ જિલ્લા ભાજપ પ્રમુખ શંકર આમલીયારએ પોતાને છેલ્લા ત્રણ વર્ષમાં મળેલી ભેટ તમામ કાર્યાલય નિધિ માટે અર્પણ કરી જ્યારે પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને દાહોદ જિલ્લા માંથી મળેલ ભેટ તેમને દાહોદના કાર્યાલય નિધિ માટે અર્પણ કરી હતી અને તદ્દઉપરાંત ભાજપના બે લાખ સભ્યો જિલ્લાના લોકો વેપારીઓ સંગઠનના હોદ્દેદારોના સહયોગ થી આ ભવ્ય કાર્યાલયનું નિર્માણ માત્ર નવ મહિનાના ટૂંકા સમગાળામાં થયું છે. જેનું ઉદ્દઘાટન આજરોજ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું. પ્રથમ સી.આર. પાટીલ ભાજપના નવીન કાર્યાલય પર પહોંચી ઉદ્દઘાટન કર્યું હતું. ત્યાર બાદ સી.આર.પાટીલ અને દાહોદ જિલ્લાના ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ સભા સ્થળે દાહોદ નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ ખાતે પહોંચ્યાં હતા. જ્યાં સી.આર. પાટીલે વિશાળ જનમેદનીને સંબોધન કર્યું હતું અને તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કરી કહ્યું હતું કે, કોંગ્રેસ હાલ ઘરે ઘરે જઈ કોંગ્રેસનું કામ બોલે છે. તે વિશે ભાષણ અને જાહેરાત કરી રહ્યું છે, પરંતુ કોંગ્રેસનું કામ નહીં પણ કોંગ્રેસના કારનામા બોલે છે. 27 વર્ષછી ભાજની સરકારે વિકાસ કર્યોં છે. નવ મહિના અને નવ દિવસમાં દાહોદમાં ભાજપાએ નવીન કાર્યાલયનુંં કામ પુર્ણ કર્યું છે. ભાજપના જિલ્લા પ્રમુખ સહિત તમામને સી.આર. પાટીલે અભિનંદ પાઠવ્યાં હતાં. કાર્યકર્તાઓના સહયોગથી આવું અદ્યતન કાર્યાલય નિર્માણ પામ્યું છે. પ્રધાનમંત્રી મોદીએ કોરોના કાળમાં ગરીબોને મફ્ત અનાજ પુરૂં પાડ્યું છે અને હાલમાં આ યોજના ચાલુ છે. પુરા દેશમાં મફ્તમાં કોરોના રસી મુકાવી લોકોના જીવ બચાવ્યાં છે. દાહોદ લોકસભા વિસ્તારની સાતે સાત મત વિસ્તારની સીટ જીતાડવા સાંસદ જશવંતસિંહ ભાભોરને જવાબદારી સોંપી હતી. દરેક સીટ ઓછામાં ઓછા 50 હજાર મતથી જીતાડવા સી.આર. પાટીલે હુંકાર કર્યોં હતો. જશવંતસિંહ ભાભોરે કાર્યકર્તાઓને કામે લાગવાની અપીલ કરી હતી ત્યારે દાહોદ જિલ્લા ભાજપના પ્રમુખ શંકરભાઈ અમલીયારે જણાવ્યું હતું કે, આપણી મહેનતથી 06 સીટો જીતવાની પર કબજે કરવાનો વિશ્ર્વાસ અપાવ્યો હતો.

આખા કાર્યક્રમમાં વિશાળ જનમેદનીથી ભાજપના કાર્યકર્તાઓ સહિત જાહેર જનતા સભામાં જોડાઈ હતી. ભાજપના આગેવાનોથી લઈ કાર્યકર્તાઓ તમામે કેસરીયા ખેસ અને ટોપીમાં આવતાં ચારે કોર કેસરીયા રંગ જામ્યો હતો. કાર્યકર્તાઓમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.