દાહોદના બીલવાણી ગામે શીયાળ ખાલી કુવામાં પડી જતાં ગ્રામજનો દ્વારા તેને કુવામાંથી કાઢી તેની સારવાર હાથ ધરી

દાહોદ તાલુકાના બીલવાણી ગામે એક શીયાળ ખાલી કુવામાં પડી જતાં આ અંગેની જાણ ગ્રામજનો થતાં તેઓ દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળનો સંપર્ક કર્યાે હતો અને પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યો દ્વારા આ શીયાળને રેશ્ક્યું કરી કુવામાંથી કાઢી તેની સારવાર હાથ ધરવામાં આવી છે.

બે દિવસ અગાઉ દાહોદ તાલુકા બીલવાણી ગામે એક પાણી વગરના ખાલી કુવામાં શીયાળ પડી ગયું હતું. આ અંગેની જાણ સ્થાનીકોને થતાં કુવા તરફ લોકટાળા ઉમટી પડ્યાં હતાં અને આ અંગેની જાણ દાહોદ પ્રકૃતિ મિત્ર મંડળને કરવામાં આવતાં પ્રકૃતિ મિત્ર મંડળના સભ્યો સાહિદ શેખ અને અન્ય સભ્યો બીલવાણી ગામે દોડી ગયાં હતાં જ્યાં શીયાળનું રેશ્ક્યું હાથ ધરવામાં આવ્યું હતું અને તેને હેમખેમ કુવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું.  આ અંગેની જાણ વન વિભાગને પણ કરવામાં આવી હતી અને વન વિભાગની ટીમ પણ આ રેશ્ક્યું કામગીરીમાં જાેતરાઈ હતી. શીયાળને કુવામાંથી બહાર કાઢી પ્રાથમીક સારવાર આપી વેટરનીટી ડોક્ટર પંચાલને બતાવવામાં આવ્યું હતું તેઓએ શીયાળની પ્રાથમીક સારવાર કરી એક્સ – રે લીધો હતો અને કોઈ ગંભીર લક્ષ્ણો ન જણાતાં હાલ શીયાળને અજય દેસાઈ પ્રકૃતિ મિત્ર મંડળ, દાહોદ ભવન ખાતે પાંજરામાં રાખવામાં આવેલ છે. શીયાળની સ્થિતી સંતોષજનક લાગતાં ટુંક સમયમાં તેને નજીકના જંગલમાં છોડી મુકવામાં આવશે.