દાહોદ,દાહોદ શહેર નજીક આવેલા ભીટોડી ગામે રાતના સમયે ટ્રકના ચાલકે શોર્ટ બ્રેક મારતા પાછળ આવતી આઈસર તેની સાથે અથડાઈ હતી. અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાને કારણે આઈસરના ચાલકનુ મોત નીપજયું હતુ. અકસ્માત બાદ ચાલક પોતાની ટ્રક લઈને નાસી છુટ્યો હતો. આ બનાવ અંગે કતવારા પોલીસે ગુનો દાખલ કરીને આગળ તપાસ હાથ ધરી હતી.
સંતરામપુર તાલુકાના ચુથાના મુવાડાના હરીશચંદ્ર ગીરવતસિંહ સીસોદીયા અને ચાલક ગણપતસિંહ ચંદ્રસિંહ ગોહિલ જીજે-06-એકસએકસ-9273 નંબરની આઈસરમાં સામાન ભરીને ઈન્દોૈર જઈ રહ્યા હતા. ત્યારે રાતના અરસામાં અમદાવાદ-ઈન્દોૈર હાઈવે ઉપર ભીટોડી ગામે આગળ ચાલતી ટ્રકના ચાલકે કોઈ કારણોસર અચાનક શોર્ટ બ્રેક મારતા આઈસર ચાલક ગણપતભાઈ બ્રેક મારીને રોકે તે પહેલા જ તે ટ્રકની પાછળના ભાગે અથડાઈ હતી. જેથી કંડકટર હરીશચંદ્રને સામાન્ય ઈજાઓ પહોંચી હતી. પરંતુ ચાલક ગણપતભાઈનુ ગંભીર ઈજાઓના કારણે મોત નીપજયું હતુ. અકસ્માત બાદ ચાલક પોતાની ટ્રક લઈ ફરાર થઈ ગયો હતો.