દાહોદ ભીલવાડ વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 8 જુગારીયાને 31 હજારના મુદ્દામાલ સાથે ઝડપ્યા

દાહોદ, દાહોદ શહેરના ભીલવાડા વિસ્તારમાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો જુગાર રમતાં આઠ જુગારીઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી રોકડા રૂપીયા11,000 તથા ચાર નંગ. મોબાઈલ ફોન મળી કુલ રૂા.31,100નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.

ગત તા.09મી માર્ચના રોજ દાહોદ એ ડિવીઝન પોલીસને મળેલ બાતમીના આધારે દાહોદ શહેરના ભીલવાડા વિસ્તારમાં તળાવ ફળિયામાં જાહેરમાં ખુલ્લી જગ્યામાં પાના પત્તા વડે પૈસાથી હારજીતનો રમાતા જુગારના અડ્ડા પર ઓચિંતો છાપો મારતાં જુગારીઓમાં નાસભાગના દ્રશ્યો સર્જાઈ જવા પામ્યાં હતાં. પોલીસે આઠ જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં જેમાં અજયભાઈ કાળુભાઈ પરમાર, જુલ્ફીકાર ગબ્બરભાઈ શેખ (રાજકોટવાલા), અનિલભાઈ જોગેશભાઈ મોહનીયા, શીવાભાઈ ગોવિંદભાઈ ડામોર, દિલીપભાઈ બાબુભાઈ પરમાર, વિક્રમભાઈ ભાવસીંગભાઈ અહારી, પ્રકાશભાઈ ભલુભાઈ નિનામા અને રોહનભાઈ રાજુભાઈ ગણાવાનાઓને પોલીસે ઝડપી પાડી તેઓની અંગ ઝડતી તેમજ દાવ પરથી રોકડા રૂપીયા 11,000 તેમજ ચાર નંગ. મોબાઈલ ફોન મળી કુલ રૂા.31,100નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે દાહોદ એ ડિવીઝન પોલીસે જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.