દાહોદ,
દાહોદ શહેરમાં એક બંધ મકાનને તસ્કરોએ નિશાન બનાવી મકાનના મકાનના છતના પતરા તોડી મકાનમાં પ્રવેશ કરી રોકડા રૂપીયા તેમજ સોનાના દાગીના મળી કુલ રૂા.1,30,000ની મત્તાની ચોરી કરી લઈ નાસી જતાં પંથકમાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામ્યો હતો.
ગત તા.05મી નવેમ્બરના રોજ દાહોદ શહેરમાં ભાટવાડા સ્કુલની સામે રહેતાં ઈર્શાદહુસેન અહેમદભાઈ જાબરના પતરાવાળા બંધ મકાનમાં અજાણ્યા તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું હતું અને મકાનના છતના પતરા તોડી મકાનની અંદર પ્રવેશ કર્યો હતો. મકાનમાં મુકી રાખેલ કબાટ તોડી અંદરથી રોકડા રૂપીયા 70,000 તથા સોના દાગીના કિંમત રૂા.60,000 વિગેરે મળી કુલ રૂા. 1,30,000ની મત્તાની ચોરી કરી તસ્કરો અંધારાનો લાભ લઈ નાસી જતાં આ સંબંધે ઈર્શાદહુસેન અહેમદભાઈ જાબર દ્વારા દાહોદ એ. ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.