દાહોદ ભાજપના મહામંત્રીએ વેનમાં હાઈટેક સુવિધા સાથે પ્રચાર પ્રસાર

દાહોદ,

વિધાનસભા ની ચૂંટણી ને ધ્યાને રાખી પ્રચાર જોર શોર થઈ ચાલી રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોનીએ ગુજરાતમાં એક માત્ર એવું હાઈટેક કાર્યાલય ઉભું કર્યું છે.

આ છે ભાજપનું હાઈટેક કાર્યાલય ગુજરાતમાં જ્યારે 150 સીટ નો લક્ષ્યાંક આપ્યો છે ત્યારે દાહોદ જિલ્લાની 6 સીટો જીતવાનો લક્ષ્યાંક છે ત્યારે દાહોદ જિલ્લા ભાજપ મહામંત્રી નરેન્દ્ર સોની દ્વારા તમામ કામો પણ આ હાઈટેક મોબાઈલ વેનમાં બેસી કરવામાં આવે છે.

આ મોબાઇલ કાર્યાલય ની વિશેષતા એ છે કે આ કાર્યાલયમાં પ્રચાર પ્રસારની સામગ્રી કમ્પ્યુટર, પ્રિન્ટર, બેનર, માઇક, સ્પીકર વગેરે આમાંજ ઉપલબ્ધ હોય છે જેથી આ હાઈટેક વેન લઈ અને પ્રચારમાં નીકળેલા વ્યક્તિન અંદર બેઠા બેઠા ઓફિસના તમામ કામ કાજ પણ કરી અને ખેસ ટોપી અને અન્ય સામગ્રી પણ ઉપલબ્ધ છે જેથી અંતરિયાળ ગામો માં જાય તો તે પ્રચાર સામગ્રીનું વિતરણ પણ એમાંથી થઈ શકે ગુજરાતનું આ પોતાની શૈલીમાં પહેલું હાઈટેક પ્રચાર પ્રસારનું માધ્યમ છે જે દાહોદમાં કાર્યરત છે જે દાહોદ જિલ્લાની દરેક વિધાનસભામ હાઇટેક ટેકનોલોજી થી બલ્ક વોટસઅપ, બલ્ક વોઇસ કોલ, બલ્ક મેસેજની સેવાઓ દ્વારા કાર્ય કરે છે તેવી ભાજપના મહામંત્રી નરેન્દ્ર સોની જણાવ્યું હતું.