દાહોદ,
દાહોદ જિલ્લા ભાજપ દ્વારા સાંસદ પ્રવાસ યોજના તેમજ આગામી સંગઠનના કાર્યક્રમો બુથ સશક્તિકરણ અભિયાન, મન કી બાત, સ્વાસ્થ્ય સ્વયંસેવક અભિયાન જેવા વિષયોને લઈને જિલ્લા તેમજ વિધાનસભા કક્ષાના સંગઠનના પદાધિકારીઓની બેઠક યોજાઈ.
આ મિટિંગમાં જિલ્લાના પ્રભારી રાજેશભાઈ પાઠક, જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ આમલીયર, સાંસદ જસવંતસિંહ, રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ, ધારાસભ્ય રમેશભાઈ કટારા , ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર, ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, જિલ્લા પંચાયતના પ્રમુખ શીતલબેન વાઘેલા, સહ સંયોજક સુધીરભાઈ, મહામંત્રીઓ નરેન્દ્રભાઈ સોની, સ્નેહલભાઈ દરિયા, વિસ્તારક વૈભવ વગેરે ઉપસ્થિત રહી મિટિંગમાં માર્ગદર્શન પૂરૂં પાડ્યું હતું.