
- દાહોદમાં જીલ્લા ભાજપ દ્વારા બાબા ભીમરાવ આંબેડકર ની જન્મ જયંતીની ભવ્ય ઉજવણી કરી.
દાહોદ,ભારતના બંધારણના ઘડવૈયા, ભારત રત્ન ડો.બાબાસાહેબ આંબેડકરજીની જન્મ જયંતિ નિમિત્તે દાહોદ જીલ્લા ભાજપ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેના અનુસંધાને શિવાજી સર્કલ ચાકલીયા રોડ મુકામે દાહોદ જીલ્લા ભાજપના કાર્યકર્તા એકત્રિત થયા હતા અને ત્યાંથી બગીમાં શોભાયાત્રા કાઢી તાલુકા પંચાયત કચેરી સામે ડો. બાબાસાહેબની પ્રતિમાની પુષ્પાંજલિ દાહોદના સાંસદ જસવંતસિંહ ભાભોર, દાહોદના ધરા સભ્ય કનૈયાલાલ કિશોરી તથા અન્ય હોદ્દેદારો એ કરી હતી અને પુષ્પાંજલિ બાદ સ્વામી વિવેકાનંદ સંકુલ ગોવિંદનગરમાં એક સભા નુ આયોજન કરવામા આવ્યુ હતું. જેમાં સાંસદ જશવંતસિંહ ભાભોર, દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી, ગરબાડામાં ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર, ભરતસિંહ સોલંકી, સુધીર લાલપરવાળા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ દાહોદમાં રહેતા, સીનીયર અગ્રણીઓ રાષ્ટ્રીય, પ્રદેશ, જીલ્લા તેમજ શહેર સંગઠનના તમામ હોદ્દેદારો, મોરચાના પદાધિકારીઓ, કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યાં પેહલા દલિત સમાજના અગ્રણીઓ, સમાજમાં ઉભરતા કલાકારો, ખેલાડીઓ અને વિદ્યાર્થીઓનું સન્માન દાહોદના સાંસદ જસવંતસિંહ દ્વારા કરવામાં આવ્યું હતું અને આંબેડકર જન્મ જયંતીની ધામધૂમથી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.