દાહોદ,
દાહોદ જિલ્લામાં હાલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઇ ઉમેદવારો દ્વારા ટિકિટ મેળવવા ધમપછાડા ઓની પેરવીયોમાં લાગ્યા છે ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લા ભાજપના પ્રમુખ શંકર અમલીયારની બે પત્નીઓ આ વખતે જિલ્લા પંચાયતની બેઠક ઉપર સામસામે ચૂંટણી લડી રહી હોવાની સોશિયલ મીડિયા પર ફરતી થઇ રહેલ માહિતીથી સૌ કોઈ અચંબામાં મુકાયા છે. ત્યારે બીજી તરફ પોતાના ઘરમાં ગાબડું પડ્યું હોવાની ચર્ચા એ પણ ભારે જોર પકડ્યું છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડવા સૌ કોઈ ઉમેદવાર મેદાનમાં ઉતરી પડયા છે અને ટિકિટ મેળવવા પણ ધમપછાડા નો દોર પ્રારંભ કરી દીધો છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી સોશિયલ મીડિયા પર મેસેજો વાયરલ થયા અનુસાર, દાહોદ જિલ્લાના ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલીયારની બીજા નંબરની પત્ની જોસનાબેન શંકરભાઈ અમલીયાર એનસીપીના ઉમેદવાર તરીકે ૨૯ – મારગાળા જિલ્લા પંચાયત મત વિસ્તારની ચૂંટણી લડનાર હોવા ની સોશિયલ મીડિયા પર ઈમેજો વ્યક્તિ થવા પામી છે. ત્યારે તેઓની ત્રીજા નંબર ની પત્ની જલ્પાબેન શંકરભાઈ અમલીયાર ૩૦ – મારગાળા જિલ્લા પંચાયત મતવિસ્તાર ભાજપના ઉમેદવાર તરીકે ચૂંટણી લડવા જઈ રહ્યા છે. જો ખરેખર ભાજપ જિલ્લા પ્રમુખ ની આ બંને પત્નીઓ ચૂંટણી લડવા મેદાનમાં ઉતરશે તો રસાકસીનો જંગ જોવા મળશે. હાલ સુધી કોઇ સત્તાવાર માહિતી મળી નથી કે, દાહોદ જિલ્લા ભાજપના પ્રમુખ શંકરભાઇ અમલીયાર ની આ બંને પત્નીઓને ટિકિટ મળી છે કે નથી? પરંતુ હવે થોડા દિવસોમાં જ આ ચિત્ર પણ સ્પષ્ટ થશે તેમ કહીએ તેમાં કોઈ અતિશયોક્તિ નહીં ગણાય. બીજી તરફ સી.આર.પાટીલ દ્વારા જે ફોલો કરવા જણાવાયુ છે કે, પરિવારમાંથી જેવા કે ભાઈ, ભાણેજ, બહેન, પતિ – પત્ની વિગેરે કોઈ નહીં, તેમજ નો રિપીટ થિયરી અપનાવવા જણાવાયુ છે. ત્યારે આ ભાજપ પ્રમુખ દ્વારા પોતાની પત્નીને જ ઉમેદવાર ની માગણી કરી હોવાનું જાણવા મળી રહ્યું છે પરંતુ હજુ માત્ર માગણી કરી છે અને હાલ સત્તાવાર ટિકિટ ક્ધફર્મ પણ નથી ત્યારે આ સોશિયલ મીડિયામાં વહેતા થયેલા સંદેશાઓથી દાહોદના રાજકારણમાં અનેક ચર્ચાઓએ જોર પકડ્યું છે.