દાહોદ શહેરમાં કાર્યરત કો-ઓપરેટીવ ક્રેડિટ સોસાયટી બેંકમાં ફરજ બજાવતા એક મહિલા કલેક્શન એજન્ટ દ્વારા 195 જેટલા ગ્રાહકોના કુલ રૂપિયા 25,52,696/- કલેક્શનના નાણાંનો પોતાના અંગત કામમા વાપરી નાખી છેતરપિંડી તેમજ વિશ્વાસઘાત કરતા એજન્ટ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
દાહોદ શહેરના હનુમાન બજાર ખાતે આવેલ ધી મહાલક્ષ્મી મહિલા કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં કલેક્શન એજન્ટ તરીકે ફરજ બજાવતા દીપિકાબેન અલ્કેશકુમાર ભાટીયા (રહે. કમલા ભવન, શોપિંગ સેન્ટર સામે, ગૌશાળા, તા.જી.દાહોદ) દ્વારા 195 જેટલા ખાતેદારો પાસેથી દૈનિક બચતના નામે ઉઘરાવવામાં આવેલ રૂપિયા 25,52,696/- ઉપરોક્ત ક્રેડિટ સોસાયટીમાં જમા નહીં કરાવી પોતાના અંગત કામમાં વાપરી નાખતા ખાતેદારોમાં ભારે આક્રોશ ફેલાઈ જવા પામ્યો હતો ત્યારે આ સંબંધે થોડા સમય પહેલા ઉપરોક્ત ક્રેડિટ ભારે ખાતેદારો દ્વારા ભારે હોબાળો પણ બચાવવામાં આવ્યું હોવાનું કહેવાય રહ્યું છે ત્યારે આ મામલે ગતરોજ ધી મહાલક્ષ્મી મહિલા કો ઓપરેટિવ ક્રેડિટ સોસાયટીમાં ફરજ બજાવતા પાયલબેન નવીનચંદ્ર મોડિયા દ્વારા દાહોદ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.