દાહોદ બક્ષીપંચના પ્રભારી સુભાષભાઈ બારોટ અધ્યક્ષ સ્થાને યોજાય હતી

દાહોદ, દાહોદ કમલમ ખાતે 31/1/2023ના રોજ બક્ષીપંચ મોરચાના તમામ કારોબારી સભ્યો અને તાલુકા પ્રમુખ ઉપપ્રમુખ ની આજરોજ મીટીંગ લેવામાં આવી હતી. જેમાં જીલ્લાના બક્ષીપંચ મોરચાના પ્રભારી સુભાષભાઈ બારોટ ની અધ્યક્ષસ્થામા યોજાઈ હતી.

દાહોદ જીલ્લાના બક્ષીપંચ મોરચાના પ્રમુખ સરદારભાઈ પટેલ મહામંત્રી ઉપપ્રમુખ મંત્રી અને મંડલના પ્રમુખ મહામંત્રી હાજર રહ્યા હતા. કારોબારીની બેઠક શરૂ કરતા પહેલા જય શ્રી રામના નારા સાથે ભારત માતાકી જય સાથે બેઠકની શુભ શરૂઆત કરી રબારી સુભાષભાઈ બારોટને ખેસ પહેરાવી સ્વાગત કરી બક્ષીપંચ મોરચાના જીલ્લા પ્રમુખનું સ્વાગત કરવામાં આવ્યું હતું. સુભાષભાઈ બારોટે જણાવ્યું હતું કે,2024ની લોકસભાની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. તમે પ્રદેશ માંથી બક્ષીપંચના સભ્યો પોતાના જીલ્લામાં કાર્યક્રમો કરવાના છે, તેના વિશે માહિતગાર કર્યા અને કાર્યક્રમ વહેલી તકે પૂર્ણ થાયએ માટે માર્ગદર્શન આપ્યું હતું.

જીલ્લામાં કરવાના કાર્યક્રમો સોશિયલ મીડિયાના માધ્યમથી પ્રચાર પ્રસાર કરવા નમો એપના માધ્યમથી ભારતીય જનતા પાર્ટીએ કરેલા વિકાસના કામો, ભારત એમ્બેસેડર, પ્રધાનમંત્રી વિશ્ર્વકર્મા યોજના તમામ અભિયાન લાભાર્થીનો સંપર્ક, શ્રી રામ મંદિરની વાત બક્ષીપંચ હોસ્ટેલનો સંપર્ક ખાટલા બેઠકો બક્ષીપંચ મોરચાના સંમેલન, સોશિયલ મીડિયાના માધ્યમથી વિકાસના કામોની વાત કરી હતી અને સૌ કાર્યકર્તાઓને ભારતીય જનતા પાર્ટીનો પ્રજાના વિકાસની વાતો કરીને ભારતીય જનતા પાર્ટીની પાંચ લાખ વોટથી જીતવાનો જે સંકલ્પ છે એને બક્ષીપંચ મોરચાના માધ્યમથી ખૂબ વેગ મલેલ અને બક્ષીપંચ મોરચાના માધ્યમથી ખૂબ વોટ વધે અને બક્ષીપંચ મોરચાના નેતાઓનો ખૂબ સારો સહયોગ રહે એ બાબતે માર્ગદર્શન આપ્યું હતું અને બેઠકની પુર્ણાહુતિ મહામંત્રી સુરસિંહભાઈ ચૌહાણ એ સમાપનવિધિ કરી હતી.