દાહોદ બહુચર્ચિત નકલી એન.એ હુકમ પ્રકરણ : પોલીસે વધુ 4 નિવૃત્ત સરકારી અધિકારીઓની પોલીસે કરી ધરપકડ, નિવૃત્ત 2 ઇન્ચાર્જ TDO, 1 નિવૃત્ત ઇન્ચાર્જ ATDO અને 1 નિવૃત્ત સર્કલ ઓફિસર ઝડપાયા

દાહોદમાં ખેતીની જમીનોના નકલી બિનખેતીના હુકમો પ્રકરણમાં એક પછી એક આરોપીઓને પોલીસ દ્વારા જેલના સળીયા પાછળ ધકેલવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે આજ રોજ વધુ 4 સરકારી કર્મચારીઓ જેમાં બે નિવૃત ટીડીઓ, એક આસિસ્ટન્ટ ટીડીઓ અને એક રિટાયર્ડ સર્કલ ઓફિસર સહિત 4 કર્મચારીઓની દાહોદ પોલીસની ટીમે તપાસમાં સંડોવણી બહાર આવતા ધરપકડ કરવામાં આવતાં દાહોદના ભુમાફિયાઓમાં પુનઃ એકવાર ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

દાહોદ જીલ્લાની સાથે સાથે સમગ્ર ગુજરાત રાજ્યમાં ચર્ચાની એરણે ચઢેલ દાહોદના નકલી બિનખેતી હુકમો પ્રકરણમાં દાહોદ પોલીસ દ્વારા એક પછી એક પોલીસ ફરિયાદોનો દૌર આરંભ કરીને આ પ્રકરણમાં માસ્ટર માઈન્ડ સહિત અનેક આરોપીઓને જેલના સળીયા પાછળ ધકેલવામાં આવી રહ્યાં છે. ત્યારે આજ રોજ દાહોદ જીલ્લા ડિવાયએસપી દ્વારા આ નકલી બિન ખેતી પ્રકરણમાં ટીડીઓ કચેરી ખાતે 112 સર્વે નંબર સંબંધિ ફરિયાદ નોંધવામાં આવી હતી, જેમાં વિશેષ પુરાવાઓ પણ મળી આવ્યાં હતાં. નકલી એન.એ પ્રકરણની તમામ ફરિયાદોમાં જે સર્વે નંબરોવાળી જમીનોમાં સત્તા બહારના હુકમો સમય મર્યાદામાં જે સત્તા છે, એક વર્ષમાં જેટલી સત્તા છે તેના કરતાં વધારે હુકમો જુની તારીખોમાં હુકમો થતાં, આ તમામ મુદ્દાઓ ઉપર પોલીસ દ્વારા તપાસ ચાલતી હતી.

આ દરમ્યાન જે જમીનના માલિકો છે જે પોલીસ ફરિયાદમાં આરોપી તરીકે છે તેઓની અટક દરમ્યાન અને અન્ય સોર્સ માધ્યમથી મળેલ માહિતી પ્રમાણે જેમાં અમુક અધિકારીઓ દ્વારા સોર્ટકટથી અથવા સ્પીડથી કામ કરાવવું, ખોટી રીતે કામ કરવવા માટે માટે કામગીરી કરવામાં આવી હતી જે તમામ મુદ્દાઓમાં પોલીસ દ્વારા વિગતવાર તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો જેમાં જેતે વખત છત્રસિંહ બારીયા રિટાયર્ડ ઇન્ચાર્જ ટીડીઓ તાલુકા પંચાયત દાહોદ, દેવાભાઈ સંગાડા રિટાયર્ડ ઇન્ચાર્જ ટીડીઓ તાલુકા પંચાયત દાહોદ, પર્વતસિંહ અમલીયાર આસિસ્ટન્ટ ટીડીઓ તાલુકા પંચાયત દાહોદ અને મેગજીભાઈ તાવીયાડ રિટાયર્ડ સર્કલ ઓફિસર તાલુકા પંચાયત દાહોદની પોલીસે આ નકલી બિનખેતી પ્રકરણમાં આજરોજ અટકાયત કરી પોલીસ રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરી ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.