
દાહોદ જીલ્લાના દાહોદ તાલુકાના મોટી ખરજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના આયુષ્માન આરોગ્ય મંદિર રાહડુંગરીના વડલી ફળિયામાં CHO રિંકુબેન પટેલ ફિમેલ હેલ્થ વર્કર મેઘાબેન દવારા “વિકસિત ભારતની નવી પહેચાન કુટુંબ નિયોજન દરેક દંપતીની શાન” થીમ અંતર્ગત ફળિયા મીટીંગમાં કુટુંબ કલ્યાણની કાયમી અને બિનકાયમી પદ્ધતિની સમજ આપવામાં આવી. તેમજ પુરૂષો માટે કાયમી પદ્ધતિની સમજ આપવામાં આવી હતી. સમગ્ર કાર્યક્રમ પ્રા.આ.કેન્દ્રના મેડિકલ ઓફીસર હેતલ હઠીલાના માર્ગદર્શન હેઠળ કરવામાં આવ્યો.