દાહોદ અને પંચમહાલ ટીમ દ્વારા વિશ્વ મહિલા દિવસની ઊજવણી

દાહોદ,દાહોદ જીલ્લામાં વિશ્ર્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં 108, 181, 1962, મોબાઈલ હેલ્થ યુનિટના મહિના કર્મચારીઓને સાથે રાખી તમામ મહિલા સ્ટાફને સેલ્ફ ડિફેન્સની તાલીમ દાહોદ મહિલા પોલીસ સ્ટેશનના ઙજઈં મિત્તલબેન પટેલ અને તેમની ટીમ દ્વારા આપવામાં આવી હતી. તેમજ આ પ્રસંગે ઉપસ્થિત દાહોદ અને પંચમહાલ જીલ્લાનાના પ્રોગ્રામ મેનેજર મિલનભાઈ પટેલ તેમજ દાહોદ જીલ્લાના 108 સુપરવાઈઝર મનોજભાઈ વિશ્વકર્મા તથા જીજ્ઞેશભાઈ પ્રજાપતિ પંચમહાલ જીલ્લાના 108 સુપરવાઈઝર રિતેશભાઈ સકસેના તથા તેજપાલસિંહ જાદવ દ્વારા ખુબજ સરસ માહિતી આપી અને તમામ સ્ટાફ સાથે સ્વરૂચી ભોજન લીધું.