
દાહોદ, દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી દાહોદ, સંચાલિત સ્વનિર્ભર પ્રાથમિક શાળામાં વાલી, ભાઈ, બહેનો માટે સર્જનાત્મક કારીગરી હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 60 વાલીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ભરત ગુંથણ, ટી.એલ.એમ.ના નમુના, વોલપીસ, ચંદ્રયાન તથા અલગ અલગ પ્રકારના સૌને આકર્ષિત કરે તેવા ઉત્કૃષ્ટ નમૂના બનાવ્યા હતા. ખૂબ જ અનુભવી નીપુણ એવા શ્રદ્ધા વિશાલ શાહે નિર્ણાયક તરીકેની ભૂમિકા ભજવી હતી તથા વાલીઓને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. જોઈન્ટ ડાયરેક્ટર, ક્ધવીનર, કો-ઓર્ડીનેટર, આચાર્યએ સૌને આવકાર આપી અભિનંદન પાઠવ્યા હતા. શાળા દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. વાલી, ભાઈ, બહેનોએ ખુશી વ્યક્ત કરી હતી.