દાહોદમાં ડીએસએફએ ખાનગી રિવોલ્વરથી અગમ્ય કારણોસર આપઘાત કર્યો

દાહોદ જીલ્લામાં ડીએસએફ આર એમ પરમારે રિવોલ્વરથી આપઘાત કરી જીવન ટૂંકાવ્યું છે. અગમ્ય કારણોસર આત્મહત્યા કર્યા હોવાનું જાણવા મળ્યું છે. આપઘાતનું કારણ હાલ અકબંધ છે. વન વિભાગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. પરિવારને આ સમાચાર સાંભળી આઘાત પહોંચ્યો છે.

દાહોદમાં ડીએસએફ આર.એમ. પરમારે ઘરના બેડરૂમમાં પોતાની ખાનગી રિવોલ્વરથી એક રાઉન્ડ ફાયર કરી કરી જીવન ટૂંકાવ્યું છે. અગમ્ય કારણોસર આપઘાત કર્યો હોવાનું લોકોએ અનુમાન કર્યુ છે. આપઘાતનું કારણ હાલ અકબંધ છે. ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે. વનવિભાગના ઉચ્ચ અધિકારીએ સ્યુસાઈડ કરતા સમગ્ર વિભાગમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.