- દાહોદ જીલ્લા વિસ્તારમાં દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા ફોડવામાં આવે છે તેમાં ફટાકડા રાત્રે 08:00 થી 10:00 કલાક સુધી જ ફોડી શકાશે.
દાહોદ,જીલ્લામાં આગામી દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિતે જાહેર જનતાને ભયજનક હાનિકારક પર્યાવરણ તથા તથા ધ્વનિ પ્રદુષણની વિપરીત અસરથી રક્ષણ માટે તથા દિવાળીના તહેવારા દરમ્યાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ,અકસ્માતના બનાવો ના બને અને જાહેર જનતાની સલામતિ માટે અને જાહેર જનતાને અગવડ ન પડે તે માટે દાહોદ જીલ્લા વિસ્તારમાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ પર અધિક જીલ્લા મેજીસ્ટ્રેટ એ. બી. પાંડોર દ્વારા પ્રતિબંધિત કૃત્યો ફરમાવતું જાહેરનામું બહાર પડાયું.
દાહોદ જીલ્લા વિસ્તારમાં દિવાળી તથા અન્ય તહેવારો કે જેમાં ફટાકડા ફોડવામાં આવે છે. તેમાં ફટાકડા રાત્રે 08:00 થી 10:00 કલાક સુધી જ ફોડી શકાશે.તેમજ નૂતન વર્ષ અને ક્રિસમસના તહેવાર દરમ્યાન ફટાકડા રાત્રે 23:55 કલાકથી 00:30 કલાક સુધી જ ફોડી શકાશે, નામ.સુપ્રિમ કોર્ટ ઘ્વારા ગ્રીન તથા માન્યતા પ્રાપ્ત ફટાકડા કે જે ઓછા એમિશન ઉત્પન્ન કરે છે. તેના ઉત્પાદન અને વેચાણની પરવાનગી આપવામાં આવેલ છે. આ સિવાયનાં તમામ પ્રકારના ફટાકડાના ઉત્પાદન અને વેચાણ પર પ્રતિબંધ રહેશે.
હાનિકારક ધ્વનિ પ્રદુષણ રોકવા માટે માત્ર ઙઊજઘ સંસ્થા દ્રારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તર (Decibel Level)વાળા જ ફટાકડા વેચી/વાપરી શકાશે. PESO દ્વારા એવા અધિકૃત માન્ય ફટાકડાના દરેક બોક્ષ ઉપર “PESO” ની સુચના પ્રમાણેનું માર્કીંગ હોવુ જરૂરી છે. ફટાકડાની બનાવટમાં બેરીયમનો ઉપયોગ થયેલ હોય તેવા ફટાકડા વેચાણ કરી શકાશે નહી.
કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહી,રાખી શકાશે નહી કે વેચાણ કરી શકાશે નહીં, ઈકોમર્સ વેબસાઈટ ફટાકડા વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઈ શકશે નહીં,કે ઓનલાઈન વેચાણ કરી શકશે નહીં, લોકોને અગવડ ઉભી ન થાય કોઈપણ ભયજનક પરિસ્થિતીઓનું નિમાર્ણ ન થાય તે માટે દાહોદ જીલ્લા વિસ્તારના બજારો,શેરીઓ,ગલીઓ,જાહેર રસ્તાઓ,પેટ્રોલપંપો,એલ.પી.જી. બોટીંગ પ્લાન્ટ એલ.પી.જી ગેસના સ્ટારંજ અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોને સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઈ મથકની નજીક ફટાકડા દારૂખાનું ફોડી શકાશે નહી.
કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન (ચાઈનીઝ તુક્કલ/આતશબાજી બલુન)નું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહીં, તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહી, દાહોદ જીલ્લાના રસ્તા/રોડ તથા ફુટપાથ ઉપર દારૂખાનું/ફટાકડા ફોડવા/સળગાવવા ઉપર તથા આતશબાજી કરવા ઉપર ,દાહોદ જીલ્લા વિસ્તારમાં આવેલ તમામ કોર્ટ કચેરી, હોસ્પિટલ, શાળાઓ, કોલેજો, શૈક્ષણિકસંસ્થાઓના 100 મીટરની ત્રિજ્યાના વિસ્તારમાંફટાકડા દારૂખાનું ફોડવા ઉપર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.
આ જાહેરનામાનો અમલ જાહેરનામાની તારીખ થી બે માસ સુધી રહેશે. આ જાહેરમાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર કોઈપણ વ્યકિત સદરહુ ગજરાત પોલીસ અધિનિયમની કલમ-135 તથા ભારતીય દંડ સંહિતા-1860ના પ્રકરણ10 ની કલમ-188 હેઠળ તેમજ એકસ્પ્લોઝીવ એક્ટ અને તેના નિયમો હેઠળ શિક્ષાને પાત્ર ઠરશે.