
દાહોદ તાલુકામાં આવેલ દાહોદ રૂરલ પોલીસ મથકના એ.એસ.આઈ. તથા પોલીસ મથકના વોટર મેન (પટાવાળા) દ્વારા એક વ્યક્તિના જામીન કરાવવા અંગે એક જાગૃત નાગરિક પાસેથી રૂા.૧૦,૦૦૦ની લાંચની માંગણી કરતાં આ લાંચની રકમ જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાને કારણે તેણે દાહોદ એ.સી.બી. પોલીસનો સંપર્ક સાંધ્યો હતો અને એ.સી.બી. પોલીસે દાહોદ તાલુકા પોલીસ મથકમાંજ છટકુ ગોઠવી પોલીસ મથકના વોટર મેન (પટાવાળા)ને રૂા. ૧૦,૦૦૦ની લાંચની રકમ સાથે રંગેહાથે ઝડપી પાડતાં દાહોદ જિલ્લા પોલીસ બેડામાં ખળભળાટ સાથે ચકચાર મચી જવા પામી છે.
દાહોદ જિલ્લામાં લાંચીયા અધિકારીઓની સાથે સાથે હવે લાંચીયા પોલીસ કર્મચારીઓનો પણ રાફડો ફાટ્યો હોય તેમ લાગી રહ્યું છે. ભુતકાળમાં ક્લાસ વન અધિકારીઓથી લઈ સરકારી બાબુઓ લાંચ લેતાં એ.સી.બી.ના હાથે ઝડપાઈ જવાના બનાવો બની ચુક્યાં છે. કહેવા જઈએ તો દાહોદ જિલ્લો લાંચીયા અધિકારીઓથી લઈ લાંચીયા પોલીસ કર્મચારીઓની ચંગુલમાં હોય તેમ પ્રતિત થઈ રહ્યું છે. દાહોદ જિલ્લો આદિવાસી આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો હોવાને કારણે અહીંની ભોળી ભાણી પ્રજાને અધિકારીઓથી લઈ પોલીસ કર્મચારીઓ પ્રજાને પોતાની જાળમાં ફસાવી પોતાની રોકડી કરી લેતાં હોય છે ત્યારે હવે દાહોદ જિલ્લાની ભોળી ભાળી પ્રજા પણ તમામ ક્ષેત્રે જાગૃત થઈ રહી હોય તેમ કહી તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય. લાંચીયા અધિકારીઓની સાથે સાથે હવે પોલીસ કર્મચારીઓ પણ લાંચના છટકામાં ગુજરાત રાજ્યમાં એકાએક પકડાતાં પોલીસ બેડામાં પણ ચકચાર સાથે ખળભળાટ મચી જવા પામી છે. આમેય પોલીસ મથકે કોઈ નાના મોટા કેસોમાં ઘણા પોલીસ કર્મચારીઓ વગર લાંચે ન તો ફરિયાદ દાખલ કરી રહ્યાં છે અને ન તો અરજીઓ સ્વીકાર કરી રહ્યાં છે અને તેમાંય જાે આરોપીઓને જામીન મુક્ત કરવાની શરત હોય તો તેમાં પણ લાંચીયા પોલીસ કર્મચારીઓ પોતાનો લાભ લઈ લેતાં જાેવા મળી રહ્યાં છે. આવોજ એક કિસ્સો દાહોદ તાલુકાના તાલુકા પોલીસ મથકનો સામે આવ્યો છે જેમાં દાહોદ તાલુકા પોલીસ મથકના વર્ગ-૩ના એએસઆઈ નારણભાઈ રસુલભાઈ સંગાડા તથા તેની સાથેનો વર્ગ-૪નો કર્મચારી જે દાહોદ તાલુકા પોલીસ મથકમાં વોટર મેન (પટાવાળા) તરીકે ફરજ બજાવતો કનુભાઈ રાવજીભાઈ રાવત જે ફરજ બજાવી રહ્યો છે તેઓ દ્વારા એક જાગૃતના સગા ભાભીએ તથા તેઓના બીજા ભાઈ વિરૂધ્ધ દાહોદ તાલુકા પોલીસ મથકે અરજી કરી હતી જે અરજીમાં જાગૃત નાગરિકના જામીન થઈ ગયાં હતાં જે જામીન કરાવવાના અવેજ પેટે એએસઆઈ નારણભાઈએ રૂા.૧૦,૦૦૦ની લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ જાગૃત નાગરિક આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબી ટોલ ફ્રી નંબર ૧૦૬૪ ઉપર એસીબી પોલીસનો સંપર્ક સાંધ્યો હતો અને એસીબી પોલીસને જાણ થતાંની સાથે ગતરોજ દાહોદ તાલુકા પોલીસ મથકમાંજ ગાંધીનનગરની એસીબી પોલીસની ટીમ દ્વારા છટકુ ગોઠવવામાં આવ્યું હતું. જેમાં જાગૃત નાગરિક સાથે એએસાઈ નારણભાઈ તથા વોટરમેન (પટાવાળા) દ્વારા રૂા.૧૦,૦૦૦ની હેતુલક્ષી વાતચીત કરવામાં આવી હતી જેમાં ગાંધીનગરની એસીબી પોલીસના હાથે દાહોદ તાલુકા પોલીસ મથકનો વોટર મેન (પટાવાળા) રૂા.૧૦,૦૦૦ની લાંચની રકમ સાથે ગાંધીનગરની એસીબી પોલસીના હાથે રંગેહાથ ઝડપાઈ જતાં ખુદ દાહોદ તાલુકા પોલીસ મથકના અજાણ કર્મચારીઓ પણ એકક્ષણે સ્તબ્ધ થઈ ગયાં હતાં.
આ સંબંધે ગાંધીનગરની એસીબી પોલીસના પોલીસ ઈન્સ્પેક્ટર એચ.બી. ચાવડા દ્વારા ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.