દાહોદ આવેદન રામાનંદ પાર્ક ગરબાની રમઝટ માણતા ખૈલેયા

દાહોદ, દાહોદ શહેરમાં આવેદન રામાનંદ પાર્ક ખાતે નવરાત્રીની રમઝટ જામી રહી છે. રામાનંદ પાર્કમાં નવરાત્રની ઉપલક્ષ્યમાં મહામંડલેશ્ર્વર જગદીશદાસ મહારાજ તેમજ તેમના ગરબા આયોજકો દ્વારા ગરબા રમવા આવતાં ખેલૈયાઓ માટે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પીવાનું ઠંડુ પાણી, મેડીકલ સુવિધા તેમજ રામાનંદ પાર્કમાં ખાણીપીણીના સ્ટોલો પણ રાખવામાં આવ્યાં છે. મહામંડલેશ્ર્વર જગદીશદાસ મહારાજ દ્વારા શહેરીજનોને રામાનંદ પાર્કમાં પધારવા તેમજ ગરબામાં જોડાવવા આહ્વાન સાથે સ્વાગત પણ કરવામાં આવ્યું છે.

દાહોદ શહેરમાં તમામ ગરબા મંડળોમાં નવરાત્રીના ગરબાની રમઝ જામી રહી છે. શહેરના હનુમાન બજાર, દૌલંતગંજ બજાર, ગોવિંદનગર, પરેલ સાત રસ્તા, ગોદી રોડ, દેસાઈવાડા સહિત શેરીએ શેરીએ રાશ ગરબાની રમઝટ જામી રહી છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી દાહોદ શહેરમાં આવેલ રામાનંદ પાર્ક ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરબાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. રામાનંદ પાર્કના મહામંડલેશ્ર્વર જગદીશદાસ મહારાજ દ્વારા તમામ સનાતન ધર્મ પ્રેમીઓને ગરબામાં જોડાવવાનું આહ્વાન કરવામાં આવ્યું છે. રામાનંદ પાર્કમાં ગરબા આયોજકો દ્વારા વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. મહામંડલેશ્ર્વર જગદીશદાસ મહારાજના જણાવ્યાં અનુસાર, ગરબા રમવા આવતાં તમામ ખેલૈયાઓને ફરજીયાત તીલક કરી પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. ગરબા મંડળમાં પીવાના પાણીની સુવિધા, મેડીકલની સુવિધા પણ પુરી પાડવામાં આવી છે. સરકારની તમામ ગાઈડલાઈનનું સંપુર્ણ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. મહિલાઓ, યુવતીઓ અને ભાઈઓ માટે અલગ ગરબા લાઈનનું આયોજન કરવામાં આવ્યું છે. કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટેના પણ તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. રામાનંદ પાર્કમાં નવરાત્રીના ચોથા દિવસે પણ ખૈલેયાઓએ ગરબા રમી રમઝટ બોલાવી હતી ત્યારે જાણવા મળ્યાં અનુસાર, આજરોજ પાંચમા નોરતે દાહોદ જીલ્લાના સાંસદ જસવંતસિંહ ભાભોર અને દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોર પણ આવવાના હોય રામાનંદ પાર્કના આયોજકો દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. મહામંડલેશ્ર્વર જગદીશદાસ મહારાજના વધુમાં જણાવ્યાં અનુસાર, રામાનંદ પાર્કમાં સનાતન ધર્મના અનુરૂપ ભગવાન રામજીનું મંદિર બનાવવામાં આવશે. જેમાં તમામ સર્વધર્મના લોકોનો સાથ અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.