- દાહોદ આર્કિટેક્ટ અને સિવિલ એન્જિનિયર એસો. દ્વારા રાજસ્થાન ખાતે સિમેન્ટ કંપનીનો માર્ગદર્શન પ્રવાસ ગોઠવાયો હતો.
દાહોદ, દાહોદ આર્કિટેક્ટ અને સિવિલ એન્જિનિયર એસો.(DACEA)ના પ્રમુખ વિજયસિંહ ભાટી, ઉપપ્રમુખ બ્રિજેશ તલાટી, મંત્રી રાહીલ લેનવાલા, સહમંત્રી હુસૈન મોદી, ખજાનચી હકીમ મોદી, સહ ખજાનચી શબ્બીર ઘડિયાલી તેમજ એસોસિએશનના સભ્યો સાથે રાજસ્થાન સ્થિત સિમેન્ટ કંપનીનો એક દિવસીય માર્ગદર્શન પ્રવાસ યોજાયો હતો.
રાજસ્થાનની એમ.પી. બિરલા સિમેન્ટના આ પ્રવાસમાં કંપનીના પ્રમુખ દેવેશ મિશ્રા યુનિટ હેડ સાથે મીટિંગ બાદ આ સભ્યોએ સેન્ટ્રલ ગુજરાત ટેકનિકલ સર્વિસીસ મેનેજર જીન્મય શાહ તથા ચિત્તોડ ઓફિસ આસિસ્ટન્ટ મેનેજર ગોપાલપુરી ગોસ્વામીના માર્ગદર્શન હેઠળ ચિત્તોડગઢ સ્થિત એમ.પી. બિરલા સિમેન્ટ પ્લાન્ટની મુલાકાત કરી હતી.