દાહોદ 19 સંસદિય મતદાર વિભાગમાંથી લોકસભા ચૂંટણી માટે ઉમેદવારોએ ભરેલા ઉમેદવારી પત્રોની ચકાસણીની કામગીરી પૂર્ણ થઇ ગઈ છે

  • જેમાં ઉમેદવારી પત્રોની ચકાસણી બાદ દાહોદ જીલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરએ જાણકારી આપતા જણાવ્યું હતું કે, 23 ઉમેદવારોના ફોર્મ પૈકી 15 ઉમેદવારોના ઉમેદવારી પત્રો માન્ય રખાયા છે

દાહોદ,19 સંસદિય મતદાર વિભાગમાંથી લોકસભા ચૂંટણી-2024 માટે અંતિમ તારીખ સુધીમાં કુલ-23 ફ્રોર્મ ઉમેદવારો દ્વારા ભરાયા હતા. જેમાંથી ભરાયેલા કુલ 23 ઉમેદવારી પત્રોમાંથી 09 ઉમેદવારોના 15 ઉમેદવારી પત્રક માન્ય રાખવામાં આવ્યા છે. જ્યારે 08 ઉમેદવારી પત્રો રદ કરવામાં આવ્યા છે.

દાહોદ જીલ્લા ચૂંટણી અધિકારીની કચેરી ખાતે તા. 20 એપ્રિલ, 2024 ના રોજ નોમીનેશન પત્રોની ચકાસણીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. જેમાં માન્ય થયેલા ઉમેદવારી પત્રોમાં ઉમેદવારના પક્ષ પ્રમાણે 04 પત્ર (ભારતીય જનતા પાર્ટી), ના 04 પત્ર (ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ) ના અને 01 પત્ર (બહુજન સમાજ પાર્ટીનું છે), જયારે 04 (અપક્ષ ઉમેદવારોના), 01 ફ્રોર્મ ભારતીય નેશનલ જનતા દળ, અને 01 ફ્રોર્મ સાથ સહકાર વિકાસ પાર્ટી નું છે.

તેમજ તેમાંથી રદ કરવામાં આવેલા ઉમેદવારોના ફ્રોર્મ જેમાંથી 03 (બીજેપી) 02 (કોંગ્રેસ) 01 બહુજન સમાજ પાર્ટી એટલે ઇજઙ , 01 કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા (માર્કસિસ્ટ), 01 ભારત આદિવાસી પાર્ટી, ઇઅઙ ઉમેદવારનો સમાવેશ થાય છે. ચકાસણીના અંતે આ ઉમેદવારીપત્રો અસ્વીકાર કરવામાં આવયા છે. તેવું જીલ્લા ચૂંટણી અધિકારી દ્વારા જણાવવામાં આવ્યું છે. ત્યારે હવે દાહોદનું ચીત્ર સ્પષ્ટ થતું જોવા મળી રહ્યું છે કે, દાહોદ બેઠક પર ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ નિર્ણાયક જંગ રહેવાની છે જેમાંથી અન્ય ઉમેદવારો પણ ફ્રોર્મ પરત ખેંચશે કે પછી ચૂંટણી લડવા મેદાને ઉતરશે એતો 22 એપ્રિલના રોજ ખબર પડશે.