રાજ્યમાં અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે ભરુચના દહેજની એલાયન્સ ફાર્મા કંપનીમાંથી એમડી ડ્રગ્સનું રો મટિરીયલ મળી આવ્યું છે. બાતમીના આધારે એલાયન્સ ફાર્મા કંપનીમા એએટીએસ અને એસઓજીએ દરોડા પડાતા ખુલાસો થયો છે. કરોડો રુપિયાનું એમડી ડ્રગ્સનું રો મટિરીયલ મળી આવ્યુ હોવાનું સામે આવ્યુ છે.
એનડીપીએસ એક્ટ હેઠળ પ્રતિબંધિત વસ્તુઓમાં એક મટિરીયલ મોટી માત્રામાં ઝડપાયું હોવાનું સામે આવ્યુ છે.આ સમગ્ર ઘટનાને પગલે એટીએસ પ્રેસ કોન્ફરન્સ યોજીને સમગ્ર ઘટના અંગે ખુલાસો કરે તેવી શક્યતા છે. ભરુચમાં સતત બીજી વખત આ પ્રકારનું મટરિયલ મળી આવ્યુ છે. આ અગાઉ પાનોલીમાંથી કરોડો રુપિયાનું નશિલા પદાર્થનું રો મટરિયલ મળી આવ્યુ હતુ.