દાહોદ શહેર માંથી ધર આંગણે પાર્ક કરેલ બાઈકની ચોરી

દાહોદ શહેરના એમજી રોડ ખાતેથી એક રહેણાંક મકાનની બહારથી લોક મારી પાર્ક કરેલ મોટરસાઈકલની રાત્રીના સમયે ચોરી થઈ હોવાનું જાણવા મળે છે.

દાહોદ શહેરના એમજી રોડ ખાતે નોવેલ્ટી સ્ટોર પાસે રહેતાં જગદિશભાઈ પરસોત્તમદાસએ પોતાની મોટરસાઈકલ ગત તા.22મી મેના રોજ રાત્રીના સમયે સમયે લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી ગયાં હતાં. બે મહિના પહેલાની ઘટનાની ફરિયાદમાં જગદિશભાઈ બહાર ગામ હોવાથી જેતે સમયે પોલીસમાં ફરિયાદ કરી શક્યા ન હતાં અને બહાર ગામથી આવી ગત તા.21મી જુલાઈના રોજ આ સંબંધે દાહોદ એ ડિવીઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.