દાહોદ પાલિકામાં મલાઈદાર વિભાગોમાં ચેરમેનશિપ મેળવવા ધમપછાડા શરૂ

દાહોદ,દાહોદ નગરપાલિકાની 16 સમિતિઓના સભ્ય અને અઘ્યક્ષોની વરણી માટે 15મી એપ્રિલના રોજ સામાન્ય સભા મળશે. પદવાછુઓએ એડી ચોટીનુ જોર લગાવ્યુ હોવાનુ જાણવા મળ્યુ છે.

દાહોદ નગરપાલિકામાં દાહોદવાસીઅએ 36માંથી 31 બેઠકો પર ભવ્ય વિજય અપાવ્યો હતો. પરંતુ શહેરીજનોની આશા સંપુર્ણ ઠગારી નીવડી છે. નગરપાલિકામાં 16 સભ્ય અને સમિતિઓના અઘ્યક્ષની મુદ્દત પુરી થયે 8 માસ થઈ ગયા હતા. તેમજ જિલ્લા સંકલન સમિતિની બેઠક પણ વિવિધ કારણોસર મળી શકી ન હતી. જેથી સમિતિઓના ચેરમેનોની વરણી લટકાવી રાખતા નગરસેવકોમાં ભારે રોષ વ્યાપેલો જોવા મળતો હતો. ત્યારે આવનાર એક વર્ષ માટે નવા અઘ્યક્ષ અને સભ્યોની નિમણુંક કરવા તા.15મીના રોજ સામાન્ય સભા મળશે. ત્યારે મલાઈદાર હોદ્દા મેળવવા માટે ભરપુર લોબીન કરવામાં આવ્યુ હોવાનુ આંતરિક સુત્રો દ્વારા જ જાણવા મળ્યુ છે. તો કેટલાક સભ્યો એવા પણ છે કે,જે જવાબદારી સુપરત કરવામાં આવે એનાથી સંતોષ માની લેવો. ત્યારે મુખ્ય પદો પર મુખીયાઓના નામો પર જ મહોર વાગશે કે પછી અન્ય સભ્યોને સ્થાનમાં આપવામાં આવશે તે મોવડીઓ પર નિર્ભર કરે છે. સભામાં ટાઉન પ્લાનિંગ સમિતિ, બાંધકામ સમિતિ, સ્વચ્છતાં સમિતિ, બાગ બગીચા સમિતિ, દિવાબત્તી સમિતિ, સમાજ કલ્યાણ સમિતિ, લીગલ સમિતિ, રમત-ગમત સમિતિ, ફાયર સમિતિ, લાઈબ્રેરી સમિતિ, મેન્ટેનન્સ સમિતિ, પાર્કિર્ંંગ સમિતિ, એસ્ટાબ્લિશમેન્ટ સમિતિમાં વરણી કરાશે.