- બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ માટે I-khedut પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in)શરૂ.
ચાલું નાણાકીય વર્ષ 2024-25 માટે બાગાયત ખાતાની યોજનાઓ અંતર્ગત બાગાયતી પાકના કલ્સ્ટરોને કાપણી પછીની વ્યવસ્થા અને બજાર સાથે સાંકળવા વ્યક્તિગત/ ખાનગી સંસ્થા/ ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન (FPO/FPC)/ સહકારી સંસ્થાને માળખાકીય સુવિધા પૂરી પાડવા બાબત, રાજયમાં બાગાયતી પેદાશો માટે શીત સંગ્રહ (કોલ્ડ સ્ટોરેજ) ક્ષમતા વધારવા અંગેનો કાર્યક્રમ સહાય યોજના માટે તા.12/08/2024 થી તા.11/10/2024 તેમજ બીજા અન્ય ઘટકોમાં સહાય મેળવવા માટે આઈ-ખેડુત પોર્ટલ (https://ikhedut.gujarat.gov.in) ખુલ્લુ મુકવામાં આવેલ છે.
જે ખેડુતમિત્રો બાગાયત ખાતાની સહાય યોજનામાં લાભ લેવા માંગતા હોય તેઓએ ઉપરોક્ત જણાવેલ સમયગાળા દરમ્યાન ઓનલાઈન અરજી કરી, અરજી સાથે 8-અ, 7 અને 12 નકલ, આધારકાર્ડ તથા બેંક ખાતાની વિગત તેમજ જાતિના દાખલા (અનુસુચિત જાતિ અને અનુસુચિત જનજાતિ ખેડુતો માટે) ના સાધનિક કાગળો દિન- 7 માં નાયબ બાગાયત નિયામકની કચેરી, રૂમ નંબર 233-235, જીલ્લા સેવા સદન, દાહોદ (ફોન.નં. 02673-239251) એ રૂબરૂ અથવા ટપાલથી જમા કરાવવા નાયબ બાગાયત નિયામક દ્વારા જણાવાયુ છે.