દાહોદ,દાહોદ જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી ચાલી રહેલો ગમખ્વાર અકસ્માતનો સિલસિલો રોકાવાનું નામ લેતો નથી તેવા સમયે જિલ્લામાં ગતરોજ જુદી જુદી જગ્યાએ બનેલા ગમખ્વાર અકસ્માતના બે બનાવોમાં છ માસની બાળકી સહીત કુલ ત્રણ જણા સ્થળ પર જ કાળનો કોળીયો બન્યાનું તથા દંપત્તી સહીત ત્રણ જણાને ગંભીર ઈજાઓ થતાં તે તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.
દાહોદ જિલ્લામાં ગતરોજ ગમખ્વાર અકસ્માતના બનેલા બે બનાવો પૈકીનો એક બનાવ બપોરના સમયે દે.બારીયાના ડાંગરીયા ગામે બનવા પામ્યો હતો. જેમાં ફતેપુરા તાલુકાના વડાસ ગામના ગવલાલપુરા ફળિયાના બાબુભાઈ પુનાભાઈ ચરપોટ પોતાની જીજે-01 કેજે-6040નંબરની એસેન્ટ ફોરવ્હીલ ગાડીમાં છોટા ઉદેપુર જિલ્લાના મીઠીબોર માણ,ોને બેસાડી પોતાની ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લઈ આવી ડાંગરીયા ગામે ગાડીની વધુ પડતી ઝડપને કારણે ચાલક બાબુભાઈ ચરપોટ ગાડીના સ્ટેરીંગ પરનો કાબુ ગુમાવી દેતાં રોડની સાઈડમાં આવેલ ઝાડ સાથે ધડાકાભેર અથડાતાં સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં ગાડીમાં બેઠેલ વડવાસ ગામના 45 વર્ષીય રમીલાબેન બાબુભાઈ પુનાભાઈ ચરપોટ તથા મીઠીબોર ગામની 6 માસની ઉંમરની દીપીકાબેન ધર્ણેશભાઈ રાઠવાને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ થતાં તે બંનેને સારવાર માટે ખસેડવામાં આવે તે પહેલાં જ તે બંનેનું સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું. જ્યારે ગાડીમાં બેઠેલ મીઠીબોર ગામના ધર્મેશભાઈ રાઠવા તથા તેમની પત્ની મિત્તલબેન ચરપોટને શરીરે ગંભીર ઈજાઓ થતાં તેઓને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
ઘટનાની જાણ થતાં જ દેવગઢ બારીઆના સીનીટર પી.એસ.આઈ બી.એમ.પટેલ પોતાના સ્ટાફના પોલીસ કર્મીઓને સાથે લઈ ઘટના સ્થળે દોડી ગયા હતા અને બંને મૃત્તકોની લાશનો કબજો લઈ બંનેની લાશનું પંચો રૂબરૂ પંચનામુ કીર પોસ્ટમોર્ટમ માસે દેવગઢ બારીઆની સરકારી હોસ્પિટલમાં મોકલી આપી ગાડીના ચાલક વડવાસ ગામના બાબુભાઈ પુનાભાઈ ચરપોટ વિરૂધ્ધ ફેટલનો ગુુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જ્યારે જિલ્લામાં ગમખ્વાર અકસ્માતનો બીજો બનાવ ઝાલોદ ધુન હોસ્પિટલની સામે મહેશ ઓટો ગેરેજ નજીક બાંસવાડા રોડ પર સાંજના છ વાગ્યાના સુમારે બનવા પામ્યો હતો. જેમાં એક ફોરવ્હીલ ગાડીનોવ ચાલક તેના કબજાની જીજે-20 એન-8975 નંબરની બ્રેઝા ગાડી પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી લઈ આવી રોડ પર પગપાળા જઈ રહેલા ઝાલોદ તાલુકાના રાજપુર ગામના મસુલભાઈને અડફેટમાં લઈ રોડ પર પાડી દઈ નાસી જતાં મસુલભાઈને છાતીના ભાગે, ગળાના ભાગે તેમજ શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું સ્થળ પર જ કમકમાટી ભર્યુ મોત નિપજ્યું હતું.
આ સંબંધે રાજપુર ગામના ધાંધવા ફળીયાના નિલેશભાઈ પ્રવીણભાઈ ચરપોટે નોંધાવેલ ફરિયાદને આધારે પોલીસે બ્રેઝા ગાડીના ચાલક વિરૂધ્ધ ફેટલનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.