- મધુ શ્રીવાસ્તવ અને દીનુ મામા
અમદાવાદ,
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં જ્યારે ભાજપે ટિકિટની જાહેરાત કરી તો બે નેતાઓએ ટિકિટ કપાતા ભારે ઉહાપોહ કર્યો હતો. આ બે નામ હતા મધુ શ્રીવાસ્તવ અને દિનેશ પટેલ. ટિકિટ ન મળતા નારાજ મધુ શ્રીવાસ્તવે વાઘોડિયાથી અને દિનુ મામાએ પાદરાથી અપક્ષ દાવેદારી નોંધાવી હતી. એટલુ જ નહિ, બંનેએ પોતાની જીતની દાવેદારી કરી હતી.
ભાજપમાં ટિકિટ મુદ્દે બળવો પોકારીને અપક્ષ તરીકે ચૂંટણી લડનારા મધુશ્રી વાસ્તવે હારનો સામનો કરવો પડ્યો છે. મધુ શ્રીવાસ્તવે બળવો કરીને અપક્ષ ચૂંટણી લડતા સીધો ફાયદો અપક્ષ ઉમેદવારને થયો છે. વર્ષોથી ભાજપનો ગઢ બની રહેલી વાઘોડિયા બેઠક પર હવે અપક્ષ ઉમદેવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ બેઠક પર જીતનો પરચમ લહેરાવ્યો છે. દબંગ ગણાતા મધુ શ્રીવાસ્તવ આ બેઠક પરથી સળંગ છ વખતા પહેલા અપક્ષ અને બાદમાં ભાજપમાંથી મેન્ડેટ લઈને ચૂંટાયા હતા. પોતાના મનમાની, આપખુદી અને ખાસ તો વિવાદોમાં રહેવાના સ્વભાવને કારણે મધુ શ્રીવાસ્તાવને ટિકિટ આપવાનું લગભગ નિશ્ર્ચિત માનતુ હતું. તે પછી ભાજપ ડેમેજ કન્ટ્રોલ કરવામાં નિષ્ફળ જણાયુ. મધુ શ્રીવાસ્તવે અપક્ષ ઉમેદવારી કરવાની જાહેરાત કરી દીધી હતી. તેમના મનાવવા ગયેલા ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીને પણ તેઓએ મળવાનું ટાળ્યું હતું. તેમજ બાદમાં ‘કોણ હર્ષ સંઘવી’ તેવો સવાલ પણ કર્યો હતો. ભાજપના જિલ્લા પ્રમુખ તરીકે અશ્ર્વિન પટેલ આ બેઠક પરથી ઉમેદવારી કરી હતી. તો કોંગ્રેસ જૂના જોગી સત્યજીત ગાયકવાડને ટિકિટ આપી હતી. આ વચ્ચે વાઘોડિયામાં આયાતી ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલા ફાવી ગયા છે.
વડોદરાની ભાગોળની આ બેઠક ભાજપનો ગઢ મનાય છે, પરંતુ અહીં દિગ્ગજ નેતા દિનેશ પટેલ ઉર્ફે દિનુમામા લોકપ્રિય નેતા હતા. પરંતુ ભાજપથી દબંગાઈ કરવાની તેમને સજા મળી. ૨૦૨૨ ની ચૂંટણીમાં તેમને સ્થાનિક પ્રજાએ જાકારો આપ્યો છે. પાદરા બેઠક પર ભાજપના ચૈતન્યસિંહ ઝાલાને ૬૬૦૫૨ મત મળ્યા છે. ચૈતન્યસિંહ ઝાલા ૬૨૨૬ મતની લીડ સાથે જીત્યા છે. કોંગ્રેસના જશપાલસિહ પઢિયારને ૫૯૮૨૬ મત મળ્યા છે. તો બળવાખોર બનેલા દિનુભાઈ પટેલ જેઓ અપક્ષ લડ્યા હતા, તેમને ૫૦૯૦૬ મત મળ્યાં છે, તો આ બેઠક પર આમ આદમી પાર્ટી સંદીપ રાજને ૧૯૭૦ મત મળ્યાં છે. પાદરા આ વિસ્તારમાં તેઓ કાર્યરત છે અને ખાસ કરીને સહકારી અગ્રણી તરીકે લોકપ્રિયતા ધરાવે છે. સ્વંય પ્રધાનમંત્રી મોદી પણ તેમને દીનુમામા તરીકે સંબોધન કરે તેવી તેમની શાખ છે. આ વખતે તેમની ટિકિટ કપાવાથી નારાજ થયેલા દિનુમામા ભાજપ પક્ષ છોડીને અપક્ષ દાવેદારી કરી હતી. મનામણા કરવા આવેલ હર્ષ સંઘવીને તેઓએ પણ મળવાનુ ટાળ્યું હતું. તેમનો ફોન પણ જ રિવીસ કર્યા ન હતા, અને મળવા પણ ગયા નહિ. ત્ત્યારે અપક્ષ ઉમેદવારી કરનારને દીનુ મામાને હારનો સામનો કરવો પડ્યો છે.