દ્વારકા. દ્વારકાના દરિયાકાંઠેથી ચરસનો જથ્થો ઝડપાયો છે. SOG ટીમને ગઈકાલ રાત્રે શાંતિનગર ખાતેની એક હોટલની નજીક બીચની સામે બિનવારસી હાલતમાં ચરસનો લાખો રૂપિયાનો જથ્થો મળી આવ્યો હતો. માદક પદાર્થની હેરાફેરી કરનારા મળી ન આવતા SOG પોલીસે ફરિયાદ નોંધાવી છે.
સૂત્રો દ્વારા જાણવા મળતાં દેવભૂમિ દ્વારકાના દરિયાકાંઠે ગઈકાલ રાત્રે પેટ્રોલિંગ દરમિયાન દ્વારકા વિસ્તારમાં આવેલા વરવાળા શાંતિનગર ખાતેની એક હોટલ નજીક બીચની સામે દરિયાકાંઠે બિનવારસી હાલતમાં પોલીસને એક બોક્સ મળી આવ્યું હતું. પોલીસ તપાસમાં ચરસ હોવાનું ખુલ્યું છે. ૮૯૭ ગ્રામ જેટલું ચરસ પોલીસે જપ્ત કરી દીધું છે. આ ચરસની અંદાજીત કિંમત રૂપિયા ૪૪ લાખ ૮૫ હજાર છે. સૂત્રો તરફથી એવું પણ જાણવા મળ્યું છે કે આ ચરસ વિદેશી હોઈ શકે છે.