દે.બારીયા,
દે.બારીયા મધ્ય ગુજરાત વિજ કંપનીના દ્વારા દે.બારીયા શહેરમાં વિજ પુરવઠો આપવામાં આવે વિજ પુરવઠો છેલ્લા એક સપ્તાહથી સાંજે લો વોલ્ટેજની સમસ્યામાં વધારો થાય છે. નવા ઠાકોરવાડા, ડેરી ફળીયા, પારેખ શેરી તેમજ કસ્બા, જાની ફળીયામાં થ્રી ફેઈઝની લાઈનમાં લો વોલ્ટેજની સમસ્યા છે. જેથી ફ્રીજ, પંખા ધીમી ગતિએ થઈ જતા હોય છે. હાલમાં એમ.જી.વી.સી.એલ.ની બેદરકારીના કારણે તળાવના પાસેની ડીપીમાં ધડાકો થયો હતો અને ડીપી બંધ થઈ ગઈ હતી. આ વિસ્તારોની ડીપીમાં પણ ધડાકા સાથે આખો વિસ્તાર બંધ વિજ પ્રવાહ થશે ત્યારે રીપેર કરાશે કે બદલાશે તે વિજ ગ્રાહકો પૂછી રહ્યા છે. દે.બારીયાના કાર્યપાલક ઇજેનર ધવલ શાહ વડોદરા એક દિવસના ભય વિસ્તારોની મુલાકાત લઈ લો વોલ્ટેજની સમસ્યાનો વહેલી તકે નિરાકરણ લાવે આ લખાય છે. ત્યારે પણ છેલ્લા એક કલાક થી લો વોલ્ટેજ જોવા મળી રહ્યો છે. જેથી ઉચ્ચપદના અધિકારીઓ આ સમસ્યાનો નિરાકરણ વહેલામાં વહેલી તકે નિરાકરણ લાવીને ગ્રાહકોના વિજ ઉપકરણોને નુકશાનીથી બચાવવામાં કયારે પગલાં ભરવામાં આવશે.