દે.બારીયા,
દેવગઢ બારીયાના આહાર ટ્રસ્ટ દ્વારા, રોગને કારણે સમાજથી તરછોડાયેલા અને જેઓના શરીર પરના ઝખમ કરતા દિલમાં ખૂબ ઊંડા ઝખમ છે, તેવા શ્રમ મંદિર, સિંધરોટમાં રહેતા 55 જેટલા અંતેવાસીઓને એક લકઝરી બસ દ્વારા ગઈકાલે તારીખ -12 નવેમ્બર ને શનિવારે રાત્રે 10 કલાકે ઉજૈન-કાશી-ચિત્રકૂટ-છપૈયા-પન્ના-ઓમકારેશ્ર્વર-અલ્હાબાદ -ગોરખપુર-અયોઘ્યા વગેરે ધાર્મિક સ્થળોના દશ દિવસના પ્રવાસે લઇ જવાયા.