દે.બારીયા,દે.બારીયા તાલુકામાં 84 જેટલી પંડિત દિનદયાલ ઉપાધ્યાય જાહેર વિતરણની સસ્તા અનાજની દુકાનો આવેલી છે. આ સસ્તા અનાજની દુકાનોમાંં બે માસથી તુવેર દાળ કાર્ડ દીડ 1 કિલો આપવામાં આવી નથી. તેના પાછળ કોણ જવાબદાર છે તેની તપાસ કરાશે એ યક્ષ પ્રશ્ર્ન છે.
આધારભૂત મળતા સૂત્રો અનુસાર પંચમહાલના પુરવઠા અધિકારી શહેરા તાલુકાની 11 જેટલી સસ્તા અનાજની દુકાનોમાં આકસ્મિક તપાસ કરતા હોય અને ધઉંના 10 કટ્ટા વધમાં મળતા ધઉંનો જથ્થો સીઝ કરીને જરૂરી કાર્યવાહી કરી બતાવતા હોય તો દાહોદ જીલ્લાના પુરવઠા અધિકારી કયા છે ? સતત બે માસ સુધી દે.બારીયા તાલુકાની 84 દુકાનોમાં તુવેરદાળ ના મળે તો તેની કાર્યવાહી કેમ નહિ તુવેરદાળનો સરકારી જથ્થો સગેવગે થઈ રહ્યો છે. તેની તપાસ કયારે થશે શું ? ભાગબટ સાથે મેળાપીપણાનો નથી થઈ તેવું લાભાર્થીઓમાં ચર્ચાઈ રહ્યું છે. પંચમહાલ જીલ્લાના પુરવાઠ અધિકારી એચ.ટી.મકવાણા તેમની ટીમ જેવી દે.બારીયા તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં દાહોદ જીલ્લા પુરવઠા અધિકારી તપાસ કરવા માટે કોણ અને કયા પરિબળો રોક લગાવ્યો છે. હપ્તાનું સીસ્ટમ બંધ કરો અને ગરીબોને ફાળવેલી તુવેરદાળ કાર્ડ ધારકોને કોણ અપાવશો તે આવનારો સમય બતાવશે.