દે.બારીયા વિકસિત ભારત સંકલ્પ યાત્રા થકી ઘર આંગણે યોજનાકીય લાભો મેળવતા નગરજનો

દાહોદ, “મેરી કહાની, મેરી જુબાની” કાર્યક્રમ હેઠળ દેવગઢબારીયાના લાભાર્થી કડવા સલીમ મજીદભાઈ એ વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમ પ્રસંગે સભામંડપમાં બેઠેલા ગ્રામજનોને આશીર્વાદ સમાન આયુષ્માન ભારત યોજનાથી થયેલા લાભ વિશે પોતાના અનુભવો રજૂ કર્યા હતા.

દેવગઢ બારિયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા આવી પહોંચતા મેરી કહાની, મેરી જુબાની હેઠળ સરકારના આયુષ્યમાન કાર્ડ યોજનાના લાભાર્થી કડવા સલીમ મજીદભાઈ જણાવ્યું કે, આયુષ્યમાન કાર્ડ હેઠળ ખાનગી હોસ્પિટલમાં તપાસ ફ્રીમાં સારવાર થતી હોય છે. કોઈ પણ ઓપરેશન નિ:શૂલ્ક થતાં હોય છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનો આભાર માનુ છું અને જે લોકોના પણ આયુષ્યમાન કાર્ડ કઢાવવાના બાકી છે તે લોકો પણ આ કાર્ડ કઢાવી લે જેથી આકસ્મિક સંજોગોમાં આ કાર્ડ જીવનરક્ષક બની શકે છે. કડવા સલીમ મજીદભાઈ ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારોના ઘરમાં બીમારી મહેમાન બનીને આવે તે સમયે સરકારે આયુષ્માન ભારત યોજના થકી આવા પરિવારોને આર્થિક ટેકો આપવાની જવાબદારી ઉઠાવી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના મળીને કુલ રૂા. 10 લાખ સુધીની શ્રેષ્ઠ અને નિ:શુલ્ક સારવાર પ્રાપ્ત થતા સમાજનો પ્રત્યેક નાગરિક નિશ્ચિંત થયો છે.