દે.બારીઆ, દે.બારીઆની એમજીવીસીએલમાં જુનિયર કલાર્ક મીટર રિડીંગની ફરજ બજાવતા દાહોદના રોઝમ ગામના યુવકે ભાડાના મકાનમાં અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપધાત કરી લેતા ચકચાર મચી જવા પામી હતી.
દાહોદ તાલુકાના રોઝમ ગામના મુળ વતની અને દે.બારીઆ એમજીવીસીએુલમાં જુનિયર કલાર્ક મીટર રિડીંગની ફરજ બજાવતા 31 વર્ષિય નીરજ ઉર્ફે બંટી જવસીંગભાઈ ડામોરે દે.બારીઆના ઠાકોરવાડામાં ભાડાના મકાનમાં કોઈ અગમ્ય કારણોસર રૂમના પંખા ઉપર ચાદર વડે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લેતા આ બાબતની જાણ થતાં નગરમાં ચકચાર મચી જવા પામી હતી. ધટનાની જાણ થતાં પોલીસની ટીમ પણ ધટના સ્થળે દોડી આવી મૃતદેહનો કબ્જો લઈ પી.એમ.અર્થે ખસેડી આગળની તપાસ હાથ ધરી હતી.