દે.બારીયા વિધાનસભા વિસ્તારમાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો નામ જાહેરાતની પ્રતિક્ષા

  • દાહોદ જિલ્લામાં દેવગઢ બારીયા વિધાનસભા મત વિસ્તારના કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર જાહેર નહીં થતા કાર્યકરોમાં નામોની પ્રતીક્ષા.
    દાહોદ,
    પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીની તારીખ ચૂંટણી પંચ દ્વારા જાહેર થઈ ચુકી છે. ત્યારે ધારાસભ્ય બનવાના અભરખા સેવી રહેલા કેટલાક નવા નેતાઓ પોતાને ટિકિટ ક્યારે મળશે તેની રાહ જોઈ બેઠા હોય તેવું સ્પષ્ટ માની શકાય.134-વિધાનસભા દેવગઢબારીયા મતવિસ્તાર માટે રાજકીય પક્ષ માં આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે એક માસ અગાઉ જાહેરાત થઈ ચુકી છે. પક્ષ પલટો કરી ને આવેલા આમ આદમી પાર્ટી ના ઉમેદવાર ને મતદારો અને જનતા સારી રીતે ઓળખે છે. હવે વાત રહી ભાજપા અને કોંગ્રેસ પક્ષ ની.અને ત્યાં આજે ગુજરાત રાજ્ય માં ” પ્રજા વિજય પક્ષ ” એક નવા પક્ષ નુ આગમન થયું. દેવગઢ બારીયામાં પણ આ પક્ષની રચના કરનારા પૂર્વ આઈપીએસ ડી.જી. વણજારા પીપલોદ પાસે આવેલ સાલિયા કબીર મંદિર ખાતે એક વર્ષ અગાઉ ચાર જિલ્લાના સંતો, મહંતો, મઠાધિકારીઓ, સામાજિક ધાર્મિક કાર્યકરોનો સન્માન સમારંભ રાખવામાં આવ્યો હતો. જે ઉપર થી આજે માની શકાય કે ડી.જી.વણજારા તે સમય થી રાજકીય પક્ષની રચના માટે પૂર્વ તૈયારીઓ કરી રહ્યા હતા. પ્રજા વિજય પક્ષ સામાજિક ધાર્મિક આગેવાનોને સાથે રાખી ભય, ભૂખ અને ભ્રસ્ટાચાર હટાવવાનું સૂત્ર આ પાર્ટી એ પણ આજે જાહેર કરી દીધું છે.
    દેવગઢ બારીયા વિધાનસભા વિસ્તારમાં આ ચોથા પક્ષના પણ કાર્યકરો નવું સંગઠન બનાવશે તે નકકી છે. માટે દેવગઢ બારીયા વિધાનસભામાં હવે કદાચ ચાર રાજકીય પક્ષ ચારે દિશામાં પ્રચાર પ્રસાર કરી વિજેતા બનવા માટે કમરતોડ મહેનત કરશે. હવે આ વિધાનસભામાં કોંગ્રેસ, ભાજપા અને પ્રજા વિજય પક્ષના ઉમેદવારના નામો ક્યારે જાહેર થશે તેની કાર્યકરો તો ઠીક મતદારોમાં રાહ જોવાઈ રહી છે.