દે.બારીયા,
દે.બારીયા 134 બેઠકના ચુંટણી અધિકારીના એક લેખિત પરિપત્રના અનુસાર તા.22/11/2022ના સોમવારના રોજ ચુંટણી ફોર્મ પાછો ખેંચવાનો છેલ્લો દિવસ અને તારીખ છેલ્લી હોવાથી બપોરે 3.00 કલાકના સમય હોય દે.બારીયા 134 સીટના એન.સી.પી. અને કોંગે્રસ પક્ષના ગઠબંધનના ઉમેદવાર ગોપસિંહ લવારે પોતાની ઉમેદવારીનું ફોર્મ સ્વૈચ્છાએ પરત ખેંચી લેતા રાજકીય પક્ષોમાં કહી ખુશી કહી ગમનો માહોલ દેખવામાં આવ્યો હતો. હવે દે.બારીયા સીટ ઉપર ત્રિકોણીયો જંગની સંભાવના સમાપ્ત થાય છે. ભાજપ અને આમ આદમી પાર્ટી સાથે સીધી ટકકર જોવા મળશે. હવે એ જોવાનું છે કે, નવો નિશાળીયા આમ આદમી પાર્ટીનો ઉમેદવાર કેટલી ટકકર આપી શકે છે કે નહિ તે તો આવનારો સમય બતાવશે.
આધારભૂત મળતા સૂત્રોના અનુસાર 134 સીટના રાજકીય પક્ષોના માન્ય ઉમેદવારો આ પ્રમાણે છે. ઈ.વી.એમ.માં અનુક્રમમાં પ્રથમ નંબરે ખાબડ બચુભાઈ મગનભાઈ ભાજપ, બીજા નંબરે ચૌહાણ સામરસિંહ મન્સુખભાઈ-પ્રજા વિજય પાર્ટી અને ત્રીજા નંબરે વાખળા ભારતસિંહ પ્રતાપભાઈ-આમ આદમી પાર્ટી તેમજ ચોથા નંબરે પટેલ ભીમસિંહ મનહરભાઈ -અપક્ષ આ ચાર ઉમેદવારોનું ભાવિ 8મી ડિસેમ્બરના રોજ ઈ.વી.એમ.ખુલશે અને પરિણામમાં કોણ બાજી મારે છે. તે સૌ મીટ માંડીને આતુરતાથી નજરે છે.