દાહોદ,
દેવગઢ બારીયા વિધાનસભામાં પ્રજા વિજય પક્ષ અને અપક્ષ ઉમેદવાર માટે કપરા ચઢાણ. પ્રાપ્ત વિગતો મુજબ 2022 વિધાનસભા ચૂંટણીમાં બીજાં તબક્કા માં હવે માંડ માંડ ગણતરીના દિવસો ગણાઈ રહ્યા છે. ત્યારે દેવગઢ બારીયા વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ દેવગઢ બારીયા અને ધાનપુર તાલુકાના ગામડામાં હજુપણ મતદારોમાં ખાસ કોઇ રસ જણાતો નથી. માત્ર કાર્યકર્તાઓ પોતાની પાર્ટીના ખેશ પહેરી મિટિંગ કરતા જોવા મળી રહ્યા છે. કોંગ્રેસ અને એનસીપીના ગઠબંધનમાં ટિકિટ તો ખોઈ પણ ઉમેદવાર પણ હવે ખોવાઈ ગયા. કેમકે તેમનું કોઇ નામ નિશાન રહ્યું નથી. ભાજપા અને આમ આદમી પાર્ટીમાં જંગી મતોની સરસાઈ થી જીતવાના દાવા કાર્યકર્તા કરી રહ્યા છે. ક્યાંક ક્યાંક ગામડામાં તો ઠીક પણ ધાનપુર, દેવગઢ બારીયા અને પીપલોદ બજારમાં તો કોણ ઉમેદવાર વિજેતા બનશે તેની હારજીતની સોદાબાજી લાખ્ખો રૂપિયામાં પણ થઈ ગઈ હશે. ભૂતકાળમાં કોંગ્રેસનો ગઢ ગણાતો દેવગઢ બારીયા હવે ભાજપાનો ગઢ બન્યો છે અને આ ગઢ હવે કોઇપણ ઉમેદવારને સર કરવું પણ કઠિન છે.