દે.બારીઆ,દે.બારીઆ તાલુકાના વાંદર ગામની 24 વર્ષિય યુવતિ ઢોરો ચરાવવા માટે ગઈ હતી. જયાં યુવતિનો એકલતાનો લાભ લઈ તેના જ ગામના મેહુલબાબુ બારીયાએ યુવતિ પાસે આવી તેને પકડી લઈ નીચે પાડી દઈ તેની આબરૂ લેવાની કોશિષ કરતા તેઓ સામનો કરતા યુવતી પાસેથી ઢોરો હાંકવાની લાકડી લઈ યુવકે તેને આંખ ઉપર તેમજ બરડાના ભાગે માર મારી આબરૂ લેવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે યુવતીએ બુમાબુમ કરતા મેહુલ બારીયા ત્યાંથથી નાસી જતા યુવતીએ મેહુલ બારીયા સામે દે.બારીઆ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી.