દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆના તોયણી ગામે પોલીસની નાકાબંધી દરમ્યાન એક ફોર વ્હીલર ગાડીનો ચાલકના ચાલકે સ્થળ પર પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી સ્થળ પર મુકી નાસી જતાં પોલીસે ફોર વ્હીલર ગાડી માંથી વિદેશી દારૂ તથા બીયરનો રૂા.1,00,560ના પ્રોહી જથ્થા સાથે ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.3,50,560નો મુદ્દામાલ કબજે કર્યાનું જાણવા મળે છે.
ગત તા.13મી ઓગષ્ટના રોજ પોલીસને મળેલ બાતમીના આધારે દેવગઢ બારીઆના તોયણી ગામે નાકાબંધી કરી આવતાં જતાં તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતા.તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ફોર વ્હીલર ગાડી પસાર થતાં પોલીસ સાબદી બની હતી પરંતુ ફોર વ્હીલર ગાડીના ચાલકે દુરથી પોલીસને જોઈ લેતાં પોતાના કબજાની ગાડી સ્થળ મુકી નાસી ગયો હતો. પોલીસે ફોર વ્હીલર ગાડીમાં તલાસી લેતાં તેમાંથી પોલીસે વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.744 જેની કિંમત રૂા. 1,00,560ના પ્રોહી જથ્થા ગાડીની કિંમત મળી પોલીસે કુલ રૂા.3,50,560નો મુદ્દામાલ કબજે કરી આ સંબંધે પીપલોદ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.