દાહોદ, દાહોદ જીલ્લાના દેવગઢ બારીઆ નગરમાં ટાવર પાસે આવેલ એસ.બી.આઈના એટીએમ ઉપર એટીએમ કાર્ડ લઈ પૈસા કાઢવા આવેલ દેવગઢ બારીઆના ભુવાલ ગામના એક આધેડ પાસેથી એક અજાણ્યા ગઠીયાએ છળકપટ કરી ચોરીથી એટીએમ કાર્ડ મેળવી બીજુ બીન ઉપયોગી એટીએમ કાર્ડ પકડાવી દઈ અસલ એટીએમ કાર્ડનો પાસવર્ડ ચોરી છુપીથી જાણી લઈ તે એટીએમ કાર્ડ વડે તે આધેડના એકાઉન્ટ માંથી રૂા. 35 હજાર ઉપરાંતની રકમ ઉપાડી લઈ વિશ્ર્વાસઘાત છેતરપીંડી કર્યાનું બહાર આવવા પામ્યું છે.
દેવગઢ બારીઆ તાલુકાના ભુવાલ ગામે કાકરોળ ફળિયામાં રહેતા 20 વર્ષીય અજયભાઈ પ્રવીણભાઈ પટેલના પિતા પ્રવીણભાઈ પટેલ ગત તા. 27-10-2023ના રોજ બપોરના સાડા બાર વાગ્યાથી દોઢ વાગ્યા દરમ્યાનના સમયગાળામાં દેવગઢ બારીઆ ટાવર પાસે આવેલ એસ.બી.આઈના એટીએમ ઉપર પૈસા કાઢવા ગયા હતા. તે વખતે એટીએમ મશીનાં પોતાનું એટીએમ કાર્ડ નાંખી તેનો પાસવર્ડ નાંખી પૈસા કાઢી રહ્યા હતા તે વખતે તેમની પાસે ઉભેલ એક અજાણ્યા ઈસમે પ્રવીણભાઈ પટેલના એટીએમ કાર્ડનો પાસવર્ડ ચોરી છુપીથી જાણી લીધો હતો અને ત્યારબાદ પ્રવીણભાઈ પટેલ પાસેથી તે ઈસમે અસલ એટીએમ કાર્ડ ચોરી છુપીથી છળકપટ પર કરી લઈ લીધા બાદ તે એટીએમ કાર્ડ જેવું બીજુ બીન ઉપયોગી એ.ટી.એમ.કાર્ડ પ્રવીણભાઈ પટેલને પકડાવી દીધું હતું. આ કામ એટલું ઝડપી કર્યું કે પ્રવીણભાઈ પટેલને તે બાબતે કાંઈ ખબર જ ન પડી અને ત્યારબાદ પ્રવીણભાઈ પટેલના અસલ એટીએમ કાર્ડનો તે અજાણ્યા ઈસમે ઉપયોગ કરી તેમના બેન્ક એકાઉન્ટમાંથી રૂા. 35,820 ઉપાડી લેતા આ બાબતની પ્રવીણભાઈ પટેલને જાણ થતાં તેઓણે પોતાની સાથે છેતરપીંડી વિશ્ર્વાસઘાત થયાનું અનુભવતા તેઓએ પોતાના પુત્ર અજય ભાઈને વાતચ કરતા અજયભાઈ પ્રવીણભાઈ પટેલે આ મામલે દેવગઢ બારીઆ પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલીસે આ સંદર્ભે ઈપિકો કલમ 379, 406, 420 મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.