દે.બારીયા તાલુકાના નાથુડી ગામે માલિકીની સર્વે નં.82 માંથી ડેપ્યુટી સરપંચ અને પુત્રો દ્વારા ગેરકાયદેસર રેતી ખનન કરતાં જીલ્લા કલેકટરને રજુઆત

  • પાનમ નદી અડીને આવેલ જમીન માંથી રેતી ખનન કરી રાજકીય વગની ધમકી આપતા ડે.સરપંચ.

ગોધરા,દે.બારીયા તાલુકાના નાથુડી ગામની માલિકીના રે.સ.નંં.82 વાળી ખેતીની જમીન પાનમ નદીને અડીને આવેલ હોય અરજદાર અને કાકાની સંયુકત જમીન આવેલ હોય આ જમીનમાં ગામના ડેપ્યુટી સરપંચ અને તેમના પુત્રો દ્વારા ગેરકાયદેસર રીતે અરજદારના ભાગની જમીન માંથી જેસીબી મશીની અને હિટાચી દ્વારા માટી અને રેતીનું ખનન કરી 50 થી 60 ફુટ ઉંડા ખોદી નાખવામાં છે. જમીનમાં રેતી ખનન માટે ના પાડતા ધાકધમકી આપી એટ્રોસીટીની ધમકી આપી ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપતા હોય આ બાબતે અરજદાર દ્વારા દાહોદ જીલ્લા કલેકટર, ખાણખનિજ વિભાગને લેખિત રજુઆત કરી કાર્યવાહીની માંગ કરાઈ છે.

દે.બારીયા તાલુકાના નાથુડી ગામે રહેતા દિનેશભાઈ ગુલાબભાઈ પટેલની રે.સ.નં.82 વાળી જમીન પાનમ નદીને અડીને આવેલ છે. દિનેશભાઈના પિતા અને તેમના કાકાની સંયુકત જમીન આવેલ છે. આ જમીનમાં ગામના ડેપ્યુટી સરપંચ અમરસિંગ સોમાભાઈ વણકર અને તેમના પુત્રો મનોજભાઈ અમરસીંગ વણકર, વિનોદ અમરસીંગ વણકર દ્વારા દિનેશભાઈની સંયુકત ખેતીની જમીનમાં આવેલ રેતીનો ભાગ આવેલ હોય તેવી જમીનમાં ગેરકાયદેસર ડેપ્યુટી સરપંચ અને તેમના પુત્રો દ્વારા જેસીબી મશીન અને હિટાચી દ્વારા રેતી અને માટીનુંં ખનન કરવામાંં આવી રહ્યું છે. આ ઈસમો દ્વારા ખેતીની જમીન માંથી 50 થી 60 ફુટ જેટલું ખોદકામ કરીને માટી અને રેતીનું વેચાણ કરી રહ્યા છે. માલિકીની ખેતીની જમીન માંથી ખનન ન કરવા માટે કહેવા જતાં ઈસમો દ્વારા ધાકધમકી આપી થાય તે કરી લેજો અમે રાજકીય વગ ધરાવીએ છીએ એન એસ.સી.જાતિના હોય તેથી એટ્રોસીટી લગાડીને ખોટા કેસમાં ફસાવી દઈશું. બીજા માણસો પાસ મરાવી નાખીશ તેવી ધમકી દિનેશભાઈ અને તેમના કુટુંબીજનોને આપે છે. ડેપ્યુટી સરપંચના પુત્રો ધરે આવીને ગાળો આપી શરમ સંંકોચ થાય તેવું કૃત્ય કરેલ છે અને પોતે ગામમાં ડેપ્યુટી સરપંચ પદ ઉપર હોવા છતાં સરકારના કાયદાનો દુરઉપયોગ કરે છે. અમારી માલિકીની ખેતીની જમીન માંથી રેતી અને માટીનુંં ખનન કરવા માટે ડમ્પર નં.જીજે.17.યુયુ.8640, જીજે.19.એકસ.6057 તથા હિટાચી અને જેસીબીને ઉપયોગમાં લઈ રહ્યા છે. ત્યારે માલિકીની ખેતીની જમીન માંંથી ગેરકાયદેસર રેતી અને માટીનું ખનન કરતા સ્થળ ઉપર તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા માટે દાહોદ જીલ્લા કલેકટર, ખાણ-ખનિજ વિભાગ ગાંધીનગર, ખાણ-ખનિજ વિભાગ દાહોદને લેખિત રજુઆત કરાઈ છે. ત્યારે આવા ખનિજ માફિયાઓને રોકવા માટે તંત્ર કાર્યવાહી કરી લોકોની ઉપજાવ ખેતીની જમીન બચાવવા કાર્યવાહી કરે તે જરૂરી છે.