દે.બારીયા તાલુકાની સસ્તા અનાજની દુકાનો પર માત્રને માત્ર ધઉં, ચોખા, બાજરીનો જથ્થો લાભાર્થીઓને વિતરણ થઈ રહ્યો છે

દે.બારીયા,દે.બારીયા તાલુકાની લગભગ 84 અનાજની દુકાનો પર ફેબ્રુઆરી 2024નો જથ્થો ધઉં, ચોખા એ પણ ધઉંના જથ્થામાં કાપ કરીને બાજરીનો જથ્થો આપવામાં આવી રહ્યો છે. શું ખરેખર દાહોદ જીલ્લામાં બાજરીનો ખોરાક છે. દાહોદ જીલ્લામાં તો મુખ્ય ખોરાક મકાઈનો હોય છે. બાજરી તો ખેડા-આણંદ પંથકનો ખોરા છે. 10 તારીખ થવા આવી છે. જે ગુજરાતની સંવેદનશીલ અને ગતિશીલ સરકારે કાર્ડ દીઠ 1 કિલો તુવેરદાળનો જથ્થો આપવાનુંં શરૂ કર્યું છે. પરંતુ છેલ્લા 3-4 માસ આ ગરીબો માટેનો જથ્થો તુવેરદાળનો કયાં સગેવગે કરાઈ રહ્યો છે. તે યક્ષ પ્રશ્ર્ન છે. દુકાનદારો જથ્થો ઈશ્યુ કરતી વખતે ફીંગર પ્રિન્ટ લેતી વખતે કોઈ પણ પ્રકારની બિલ્ટ્રી સાથે કયો કયો અનાજનો જથ્થો ઈશ્યુ કરાયો છે. તેનાથી લાભાર્થીઓને વાકેફ કેમ કરતા નથી. તુવેરદાળ ઉપરથી આવી નથી. તેવું ફિકસ ટેપરેકર્ડ વગાડી દેવામાં આવતી હોય છે. કયારે આવશે, આવતા માસમાં આવશે અથવા 8-10 દિવસમાંં આવશે તેવું જાણ કરતા નથી. ગરીબ કુટુંબો માટે રાહતદરની તુવેરદાળ અને ખાંડનો જથ્થો કયારે લાભાર્થીઓને મળશે કે પછી તેને સગેવગે કરી દેવામાં આવશે. તેની તપાસ થાય તેવી માંગ ઉઠવા પામી છે. કોણ આ કૌભાંડની તપાસ કરશે પણ ખરાં ? તેમનો પણ ભાગ બટાઉ દર માસે પહોંચતો કરી દેવાતો હશે તો તેવું ગરીબ લાભાથીૃઓમાં ચર્ચાઈ રહ્યું છે.