દે.બારીયા તાલુકાની સસ્તા અનાજની દુકાનોમાં તુવેરદાળમાં ખરેખર 50 ટકાનો ઉપરથી કાપ છે ???

દે.બારીયા,દે.બારીયા તાલુકામાં સસ્તા અનાજ 84 જેટલી દુકાનોમાં તુવેરદાળ 50 ટકા જથ્થાનો કાપ કરીને આપે છે તો વહેલા તે પહેલાનો હાલ થયો છે. બીજો 50 ટકા તુવેરદાળનો જથ્થો કયાં જાય છે. તે મોટો પ્રશ્ર્નાર્થ છે ?

પ્રાપ્ત માહિતી અનુસાર રાજ્યના 71 લાખથી વધુ એન.એફ.એસ.એ. રેશનકાર્ડ ધારકોની 3.46 કરોડ જેટલી જનસંખ્યાને દર મહિનામાં રાહત દરના ભાવે નિયમિત તમામ જથ્થો જેમાં ધઉં, ચોખા, તુવેરદાળ, ચણા, ખાંડ વિતરણ કરવામાં આવશે. જેમાં ચણા કાર્ડ દીઠ 1 કિલો રૂા.30/-ના ભાવે તેમજ તુવેરદાળ કાર્ડ દીઠ 1 કિલો 50/-રૂપીયાના ભાવે તમામ લાભાર્થીઓને મળવાપાત્ર જથ્થાની વિગતવાર માહિતી દર માસની પહેલીએ દરેક સમાચારપત્રોમાં પ્રકાશીતની જાહેરાતોમાં આપવામાં આવતી હતી. તે જાહેરાતોનું શું ? તુવેરદાળ બજારમાં 150/-ના ભાવે મળે છે. તો 100 ટકાનો વધારો કયા સગેવગે કરીને જરૂરીયાતમંદો ગરીબોનો કોળીયો કોણ ખાય જાય છે. તેની સ્ટેટ વીજીલન્સ વિભાગના અધિકારીઓ કરશે ખરાં ? તેવું ગરીબ લાભાર્થીઓને આશા છે. ત્રણ માસથી વધારે ઉપરથી તુવેરદાળનો કાપ આવે છે કે, પછી કૃત્રિમ કાપના બહાના બનાવાય રહ્યા છે. તેવું લાભાર્થીઓમાં ગણગણાટ થઈ રહ્યો છે.

આ બાબતે અમારા પંચમહાલ સમાચારપંના દે.બારીયા તાલુકાના પ્રતિનિધીએ તાલુકા પુરવઠા, નાયબ મામલતદાર ઓડના પાસે માહિતી મેળવાની કોશીષ કરતાં તેમણે જણાવ્યું હતું કે, ઉપરથી તુવેર દાળનો જથ્થો 50 ટકા કાપ કરી ઈશ્યુ થાય છે શું ? 50 ટકા તુવેરદાળ રાજ્યના લેવલે થી કાપ મુકવામાં આવ્યા છે. તે અંગેની તટસ્થ તપાસ કોણ કરશે ? વચ્ચ્ેુ અડધી રાહત દરની તુવેરદાળ કોણ ખાય જાય છે ? તે યક્ષ પ્રશ્ર્ન છે.