રાજ્યના શિક્ષણ વિભાગના અગાઉના આદેશ અનુસાર તાલુકાની પ્રા.શાળામાંં આવનારા બાળકોની હાજરી બારકોડેટના દ્વારા ફિંગરથી પુરવામાં આવે છે . ખરી ? તેની ચકાણસ કરવી જરૂરી છે.
મળતા સુત્રો અનુસાર હાલમાં અન્ય પાસેના જીલ્લાની પ્રા.શાળામાં કોમ્પ્યુટર હાજરીમાં પણ ચેડા થયેલના અહેવાલ સામે આવ્યા છે. ઓનલાઈન હજરીમાં પણ બોગસ હાજરી દર્શાવવ પાછળ કયા કયા પરિબળો છે. સ્ટાફની મેળાપીપણા તેમજ સી.આર.સી. કોર્ડીનેટર પણ આમાં સામેલ હોય છે. દર ત્રણ માસની ચકાસણીના બદલામાં લેવડદેવડની પતાવટ થતી હોય છે. આખો ખેલ મહેકમની જાળવણી માટે થાય છે. જેના પાછળ ગુજરાતની તિજોરીને કરોડોનો માર પડે છે.12-00 મોકલવામાંં આવે છે. ખરી તે અંગેની તપાસ કરવામાં આવે જે શાળામાં 100 બાળકો રજીસ્ટર સંંખ્યા હોય ત્યાં 50 ટકા બાળકો પણ હાજર હોતા નથી.
હાલમાં પણ બોગસ હાજર બાળકો બતાવવામાંં આવે છે ખરાં ? આમ જનતામાં ચર્ચાઈ રહ્યુ છે. એક શાળામાં ઓછામાં આછું એક શિક્ષક વધમાં પડે તો આખા તાલુકાની પ્રા.શાળાઓમાં કેટલાક શિક્ષકો વધમાં પડતા હશે. ખાલી પગાર ગણીએ તો લાખ્ખો, કરોડોમાં ખર્ચ સરકારીની તિજોરી ઉપર ભાર પડે છે. તેના માટે ભ્રષ્ટ સીસ્ટમ જવાબદાર છે આની તપાસણી થાયે તેવી દેશપ્રેમીઓની માંંગ છે. જે પણ આના પાછળ સંડોવણી હોય તેને પહેલા ખુલાસો માંગવો રહ્યો બીજામાં મધ્યાહન ભોજનનો બાળક દીઠ ચાર યા પાંચ રૂપીયાનો દૈનિક ખર્ચ અલગથી આની તપાસ તો બને છે કે, નહિ તે ઉચ્ચપદના રાજ્યના અધિકારીને સમજવાનું છે.