દે.બારીયા તાલુકાની પંડિત દિનદયાલ સસ્તા અનાજની દુકાનોમાં બે માસથી ચણા અને દાળનો જથ્થો આવતો નથી ??

દે.બારીયા, દે.બારીયા તાલુકાની લગભગ 84 જેટલી પંડિત દિનદયાલ ઉપાધ્યાય સસ્તા અનાજની દુકાનો આવેલી છે. જેમાં મે 2023 થી ચણા અને તુવેરદાળનો જથ્થો આવ્યો નથી. અમુક દુકાનમાં ગણીયાગાંઠીયા લાભાર્થીને આપવામાં આવે છે. વહેલા તે પહેલા તેવી નીતિ અપનાવવામાં આવી રહી છે કે, પછી શું નિયોજીત ષડયંત્ર ચાલી રહ્યું છે. દુકાનદારોને લાભાર્થીઓમાં આ બાબતે સવાલ કરે છે. તો એક ટેપ વાગે છે. ગોડાઉનમાં ચણા અને તુવેરદાળનો જથ્થો આવ્યો નથી. અમે તો ચણા અને તુવેરદાળનાં નાણાં જમા કરી દીધા છે. તો પણ ચણા અને દાળનો જથ્થો કેમ આપવામાં આવતો નથી. તે તપાસનો વિષય છે. નાણાં નિગમ વિભાગમાં ચલણથી જમા થયા બાદ પણ કેમ ચણા અને તુવેરદાળ ઈશ્યુ કરવામાં આવતી નથી. ગરીબ લાભાર્થીનો કોળીયો કોણ છીનવી જાય છે. તુવેર દાળનો બજાર ભાવ 145/-નો કોરી દાળ વેચાણ થાય છે. જ્યારે ચણાનો બજાર ભાવ 45 થી 50 ના ભાવે વેચાણ હોય છે. આ સરકારી ગોડાઉનમાં કયા કારણે જથ્થો લેટ પડે છે કે પછી બારોબાર ઉપલા લેવ લે ખાયકી થઈ રહી છે. તેવું લાભાર્થીઓ પુછે છે. સસ્તા અનાજનો કાળો કારોબાર થઈ રહ્યો છે. લાભાર્થીઓને આપવામાં આવતો નથી. તે જ જથ્થો ઉંચા ભાવે બજારમાં આરામથી મેળવાય રહ્યો છે. કોણ જવાબદાર છે ?