દે.બારીયા તાલુકાની પંડિત દિનદયાલ સસ્તા અનાજના કેન્દ્રોના દ્વારા ચણાનો જથ્થો લાભાર્થીઓને આપવામાં આવતો નથી ???

દે.બારીયા, દે.બારીયા તાલુકામાં 84 જેટલી સસ્તા અનાજની દુકાનો આવેલી છે. જેમાં જુન અને જુલાઈ 2023ના ચણા અને તુવેરદાળ લાભાર્થીઓ સુધી પહોંચ્યો જ નથી. વચ્ચેના અનાજ માફિયાઓ ગરીબ લાભાર્થીઓ સુધી વિના મુલ્યેનો ધઉં, ચોખાનો જથ્થો પણ આપવા માટે ધરમના ધકકા જ ખાય તેને છેલ્લી તારીખોમાં એ પણ બંધ બારણે આપી તેરત દુકાનોના શટર પાડીને ગાયબ થતા વાર લાગતી નથી. જેથગી જરૂરતમંદ લાભાર્થીઓ સુધી વિના મુલ્યે તેમજ સસ્તા ભાવના ચણા, તુવેર દાળ થી પણ વંચિત રાખવા પાછળ કોના કોનો સાથ મળે છે. તેની તટસ્થ વિજીલન્સ વિભાગના દ્વારા તપાસ થાય તેવું ગરીબ લાભાર્થીઓની માંંગ છે.

પ્રાપ્ત સુત્રો મુજબ જુલાઈ 24 તારીખ આવી ચુકી છે. છતાં પણ ચણાનો જથ્થો ગોડાઉન ઉપર આવ્યો નથી. સુયોજીત કાવતરું કરી નાગરિક પુરવઠા વિભાગને જયાથી જણાની ટ્રક ભરવામાં આવે છે. ત્યાંથી ચણાની ગુણવતા ચકાસણી કરીને ટ્રકને રવાના કરવામાં આવે ગોડાઉન પર આવ્યા બાદ ચણાની ચકાસણી કરવામાં આવતાં ચણા ડંખ લાગેલા અખાદ્ય કેટેગરીમાં આવતા તે ટ્રકને રીર્ટન કરવામાં આવે છે. ત્યાં સુધી માસનો અંતિમ તારીખોમાં નવા ચણા આવતા તે લાભાર્થીઓ સુધી પહોંચતા નથી રસ્તા વચ્ચે સગેવગે થઈ જાય છે. તેના પાછળ મોટું નેટવર્ક ચાલે છે. તેવું લાભાર્થીઓમાં ચર્ચાઈ રહ્યું છે. સરકારની રેવડીનો લાભ લાભાર્થીઓને કયારે અને કોણ અપાવશે કે પછી સુયોજીત કાવતરામાં ગરીબોનો કોળીયો ઝુંટવાઈ જશે. તે મોટો સવાલ ઉપસ્થિત થવા પામ્યો છે.

મળતી માહિતી મુજબ રાજ્ય સરકારની તુવેર દાળ ચણા, ખાંડ તથા મીઠાના રાહત દરના વિતરણ સંભવિત રાહ ત દરની યોજનાની અગત્યની જાણ થકી માટે અન્ન નાગરિક પુરવઠા વિભાગ અને ગ્રાહકોની બાબતોનો વિભાગ ગુજરાત રાજ્યના થકી એક મોબાઈલ એપ્લીકેશન એપ પણ કાર્યરત કરવામાં આવી હોવા છતાં પણ દે.બારીયાના સરકારી ગોડાઉનમાં તુવેર દાળ, ચણાનો જથ્થો જાણી સમજી સુયોજીત કાવતરાનુંં આયોજન બંધ રીતે લાભાર્થીઓને દાળ, ચણા અને ખાંંડથી કેમ રાખવામાં આવતા હોય છે. તે યક્ષ પ્રશ્ર્ન બે-ત્રણ માસથી પુછાઈ રહ્યો છે.

“MY RATION ” મોબાઈલ એપ્લીકેશન દરેક લાભાર્થીઓ ડાઉન લોડ કરવા માટે ખાસ વિનંતી સાથે વિતરણ સંભવિત યોજનાઓની અગત્યની જાણકારી દરમાસે સરકારના અન્ન નાગરિક પુરવઠા વિભાગના દ્વારા આપવા છતાં પણ મોટાભાગના પોતાના હકકના અનાજના લાભોથી ખાસ કરીને ગ્રામ્યમાં ખાંડ આપવામાં આવતી નથી. તુવેર દાળ અને ચણા તો બાદ બાકી જ હોય છે. અને સતત જુન અને જુલાઈ માસમાં શહેરીજનોના લાભાર્થીઓને તુવેર દાળ અને ચણા તેમજ ખાંડ આપવામાં કેમ આવતી નથી. આના પાછળ કયા તત્વો અને કેવા મોટા માથાના અનાજ માફિયા સામેલ છે. તેવી ઉચ્ચ લેવલે તપાસનો દોર ચાલુ કરવામાં આવશે. ખરો તે આવનારો સમય બતાવશે.