દે.બારીઆ તાલુકાની કિશોરીનુ અપહરણ કરનાર આરોપીને મહારાષ્ટ્રથી ઝડપ્યો

દે.બારીઆ, દે.બારીઆ તાલુકાના એક ગામની બાળ કિશોરીનુ અપહરણ થતાં મહારાષ્ટ્ર રાજયમાંથી ગણતરીના દિવસોમાં જ પીપલોદ પોલીસે અપહરણકર્તાને દબોચી લીધો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લા પોલીસ વડા ડો.રાજદિપસિંહ ઝાલાનાઓએ અપહરણના ગુનામાં ગુમ થયેલ ભોગ બનનાર કિશોરી અને આરોપીઓને શોધવા માટે સુચનાઓ અપાઈ હતી. જે સુચના મળતા પીપલોદ પોલીસ મથકના પીએસઆઈ સોલંકી તથા સ્ટાફના એએસઆઈ પારસીંગ ડામોર તેમજ કર્મચારીઓ થયેલ કિશોરી અને આરોપીઓને શોધવા માટે હ્યુમન સોર્સિસનો તેમજ ટેકનીકલ સોર્સનો ઉપયોગ કરી ડિટેકશનની કામગીરી કરવા અપહરણ કરનાર અજાણ્યા ઈસમની તપાસ માટે દાહોદમાં પીપલોદ, ગોધરા, વડોદરા, સુધીના અલગ અલગ જગ્યાના સીસીટીવીના આધારે અજાણ્યા આરોપીની ઓળખ કરી આરોપી તરીકે નિતેશ પરમાનંદ જાતે ગંગાધરાણી(રહે.પીપલોદ-બારીયા રોડ, તા.દે.બારીઆ, જિ.દાહોદ)નો હોવાનુ સ્પષ્ટ થતાં પીપલોદ પોલીસ સ્ટેશનના પીએસઆઈ સોલંકીએ આરોપીના ભુતકાળને તપાસ ભુતકાળમાં આરોપીએ કરેલ પ્રવાસોના આધારે કયા વિસ્તારથી વધારે પરિચીત છે તે દિશામાં અલગ અલગ રિસોર્સના આધારે માહિતી મેળવી ભોગ બનનાર કિશોરી અને અપહરણ કરનાર આરોપી હાલ મહારાષ્ટ્ર રાજયના સતારાથી આગળ કરાડ સિટીથી નજીક કોઈ ગામમાં છે જે માહિતીના આધારે પીપલોદ પોલીસ મથક પીએસઆઈ સોલંકી સ્ટાફ સાથે મહારાષ્ટ્ર રાજયના સતારાથી આગળ કરાડ સિટીમાં નજીક આવેલ ટેકવે ગામ ખાતે જઈ તપાસ કરતા અપહરણ કરનાર આરોપી નિતેશ પરમાનંદને ઝડપી પાડવામાં આવ્યો હતો.