દે.બારીયા,”પ્રધાન મંત્રી ગરીબ કલ્યાણ યોજના ” રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા 2013 (એન.એફ.એસ.એ.) હેઠળ સમાવિષ્ટ રાજ્યના 71 લાખથી વધુ રેશનકાર્ડ ધારકો કુટુંબો 3.38 કરોડ જનસંખ્યાને વિના મુલ્યે અનાજમાં ધઉં, ચોખા, ચણા, ખાંડ તથા ડબલ ફોર્ટીફાઈડ જે મીઠું રાહત દરે આપવામાં આવે છે. તે ડબલ ફોર્ટીફાઈડ મીઠું કાળુ અને પથરી આવતા જેથી ગરીબ કુટુંબોના લાભાર્થીઓ આ ડબલ ફર્ટીફાઈડ હોવા છતાં પથરીવાળુંં મીઠું વાપરવા લાયક સમજતા નથી. કારણ સ્વાસ્થ્ય માટે હાનિકારક છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સસ્તા અનાજની દુકાનોના દ્વારા ડબલ ફોર્ટીફાઈડ મીઠું પાણીના વાસણમાં નાખી તેને નીચે પથરીના નાના સુક્ષ્મદર્શક કણ દેખાયા છે. જેથી લાગતા વળગતા જીલ્લાના વહીવટી અધિકારીઓ આ ફોર્ટીફાઈડ મીઠાને સરકારી રાહે પૃથ્થકરણ ટેસ્ટ કરાવે તો સાચી હકીકત બહાર આવે તો નવાઈ નહિ જ્યારથી આ ડબલ ફોર્ટીફાઈડનું વિતરણ કરાઈ રહ્યું છે. ત્યારથી આ મીઠામાં પથરીના કણ અને કાળુ હોય છે. જેના કારણે ચોખા ભાત રાંધતા કાળા દેખાવા મળે છે. તેથી લાભાર્થીઓ આ ફોર્ટીફાઈડ મીઠું વિતરણ કેન્દ્રો ઉપરથી ઉપાડતા નથી. રાહત દરનુંં મીઠું પથરી મીકસીત હોવાની શંકાના કારણે પથરીનો રોગ થવાની સંભાવના રહેલી છે. કાર્ડ દીઠ 1 કિલો મીઠું રૂા.1/-માં રાહત દરે હોવા છતાં ગરીબકાર્ડ ધારકો લેવા માટે રાજી થતા નથી. જેથી અન્ન નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ આ ડબલ ફોર્ટીફાઈડ મીઠું પથરી અને કાળાશ યુકત મીઠું ઉત્5ાદન માટે તાકીદે પ્રયત્નો હાથ ધરે તેવી અંત્યોદય અગ્રતા ધરાવતા કુટુંબોની માંગ ઉઠવા પામી છે અને જે પથરીવાળું ડબલ ફોર્ટીફાઈડ મીઠાનો જથ્થો પૃથ્થકરણ કર્યા બાદ વિતરણ કેન્દ્રોમાં જથ્થો મોકલવો રહ્યો. લાગતા વળગતા રાજ્યના પદના અધિકારીઓ ગરીબ કુટુંબના સ્વાસ્થ્ય અંંગેની દરકાર લેશે ખરાં ? તે જોવાનં રહ્યું.