દે.બારીઆ તાલુકામાં સિંચાઈની કામગીરી મંથરગતિએ

દે.બારીઆ, દે.બારીઆ તાલુકા સહિત દાહોદ જિલ્લામાં દરેક ગામડામાં આવેલ તળાવોમાં ઉદ્વહન સિંચાઈ યોજનાનુ પાણી પાઈપલાઈન દ્વારા પહોંચાડવા લાખો નહિ પણ કરોડો રૂપિયા સરકાર ખર્ચ કરી બેઠી છે. છતાંય દે.બારીઆ તાલુકાના ગામડામાં આવેલ તળાવોમાં હજુ કોઈપણ તળાવમાં પાઈપલાઈન દ્વારા પાણી ભરવામાં આવ્યુ હોય તેવુ જાણવા મળ્યુ નથી. દે.બારીઆ તાલુકાના ગામડામાં હજુપણ ઉદ્વહન સિંચાઈ યોજનાનુ પાણી પાઈપલાઈન મારફતે ગામડાના તળાવો સુધી પહોંચ્યુ નથી. મોટાભાગના ગામડામાં થયેલી વેઠ ઉતાર કામગીરીમાં હલકી ગુણવત્તાની પાઈપો નાંખી વ્યવસ્થિત જોડાણ પણ કરવામાં આવેલ નથી. લગભગ કદાચ એકાદ બે વાર પાણીની લાઈન ટેસ્ટિંગ માટે શરૂ કરાયુ હતુ. અને જયાં ત્યાં રોડ ઉપર અને ખેતરોમાં ચોમાસુ વરસાદી પાણીની જેમ ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા. દે.બારીઆ તાલુકાના નલ સે જલ યોજનાની પણ આવી હાલત જોવા મળી રહી છે.